Gujarat

ભાવનગરની અનોખી હોસ્પિટલ જયા લાખો ના ઓપરેશન એક દમ ફ્રી થાય છે. અન્ય લોકો ને જણાવો..

માનવ સેવા એજ પ્રભુ સેવા ! કહેવાય છે ને કે, જગતમાં એવા ઘણાય લોકો હોય છે જે માનવ સેવા માટે અનેક કાર્યો કરતા હોય છે, ત્યારે આજે અમે આપને ગુજરાતના ભાવનગરની અનોખી હોસ્પિટલ જયા લાખો ના ઓપરેશન એક દમ ફ્રી થાય છે. ચાલો અમે આપને આ હોસ્પિટલ વિશે સંપૂર્ણ માહિતી આપીએ, જેથી જરૂરિયાતમંદ વ્યક્તિને જણાવો જેથી જે લોકો ની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એવા દર્દીઓને નિઃશુકલ સારવાર કરાવો.

આ એવી હોસ્પિટલ છે, જ્યાં દરેક સારવાર અને ઓપરેશન ફ્રીમાં એ પણ નિષ્ણાત ડોકટર દ્વારા! સૌથી મહત્વની વાત એ છે દર્દીઓની સાથે આવનાર સ્વજનોને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની સગવડ પણ આપવામાં આવે છે. આ હોસ્પિટલ ભાવગરના ઉમરાળા તાલુકાના ટીંબા ગામમાં આવેલી આ હોસ્પિટલમાં ઓપીડીથી લઈને ,સોનોગ્રાફી,એક્સ-રે, લેબોરેટરીમાં થતા ટેસ્ટ સાવ મફત થાય છે અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ જાતના ચાર્જ વિના અપાય છે.

આ હોસ્પિટલ જે ટ્રસ્ટ દ્વારા ચાલે છે તેમજ મોટી હોસ્પિટલમાં જે ઓપરેશનો લાખો રૂપિયામાં થાય છે, તે અહીં સાવ નિઃશુલ્ક થાય છે. સારણગાંઠ, એપેન્ડિક્સ, થાઈરોઈડ, ગર્ભાશયના ઓપરેશનો, આંતરડાના ઓપરેશન સાવ જ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ગાયનેક, ENT, ડેન્ટલ ફિઝિયોથેરાપી, જનરલ સર્જરી પણ સાવ જ ફ્રી થાય છે, તેમજ દર્દીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કોઈ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય, તો પ્રસૂતિ બાદ પ્રસૂતાને એક કીટ આપવામાં આવે છે. જેમાં ચોખ્ખુ ઘી, ગોળ અને લોટ તેમજ શીરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે. આ ઉપરાંત પ્રસુતાને રજા આપતી વેળા શુદ્ધ ઘી ની ઔષધિયુક્ત દોઢ કોલો સુખડીનું બોક્સ પણ આપવામાં આવે છે.

માનવ સેવા દ્વારા ચાલવામાં આવતી આ હોસ્પિટલમાં માનવ સેવા માટે સર્જન અને સ્કીન સ્પેશિયાલિસ્ટ પણ વિઝિટમાં આવે છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં ફિઝિશિયન, રેડિયોલોજીસ્ટ, ફિઝિશિયન, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, એનેસ્થેટિક, ઓપ્થાલ્મો,આયુર્વેદીક, ઓડિયો મેટી જેવા વિષયના ખ્યાતનામ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.જેથી કોઈ વ્યક્તિનું પૈસાના અભાવે બીમારીના કારણે મૃત્યુ ન થાય. આશ્ચર્યની વાત એ છે કે 2011થી એટલે કે છેલ્લા 8 વર્ષથી આ હોસ્પિટલ આવી જ રીતે ચાલે છે અને દાતાઓ પૂરતુ દાન મળી જ રહે છે.

આ હોસ્પિટલનું નામ જે નિર્દોષાનંદ સરસ્વતી મહારાજના નામ પરથી રખાયું છે, તેઓ આ વિસ્તારના જુદા જુદા આશ્રમમાં વિહાર કરતા હતા. તેમની ઈચ્છા આવી સેવા શરૂ કરવાની હતી. તેમના આદેશથી જ આ હોસ્પિટલનો પાયો નંખાયો. આજે સ્થિતિ એવી છે કે દિવસના 700થી 800 દર્દીઓ આ હોસ્પિટલમાંથી સારવાર મેળવે છે,

સાજા થાય છે અને બદલામાં આશીર્વાદ આપતા જાય. ખરેખર આ હોસ્પિટલમાં માનવ સેવા નો હેતુ સાર્થક થાય છે, ત્યારે ખરેખર આ વાત ખૂબ જ સરહાનીય છે. ત્યારે માનવ સેવાનું ઉત્તમ સ્થાન છે તેમજ આ સેવામાં તમે પણ યોગદાન આપીને માનવસેવાના સહભાગી બની શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!