ભાવનગર આવો તો એક વખત જરૂર “નવાપરાના બટેટા” ખાજો ! ભલભલાના પરસેવા છોડી ડે છે આ બટેટા,સ્વાદ પણ જબરદસ્ત…
આપણા ગુજરાતી લોકો કેટલા મનમોજીલા છે તમને ખબર જ હશે કારણ કે અહીં આપણે ગરબા રમવા તથા ખાવા-પીવાના ખુબ જ શોખીને હોઈએ છીએ. તમને ખબર જ હશે કે આપણા રાજ્યની અંદર દેશની શું વિદેશની પણ અનેક વસ્તુઓ ખાવા માટે મળી જતી હોય છે દરેક શહેરમાં ઠેર ઠેર નાસ્તાની લારી હોય છે જ્યા ખુબ જ સરસ ફૂડ મળતું હોય છે અને ખુબ જ અનોખો ટેસ્ટ આપતું હોય છે.
એવામાં તમને ખબર જ હશે કે હાલના સમયમાં તો નાના બાળકો તથા અમુક યુવકો હોટ્ડોગ,પિઝા, બર્ગર ફ્રેન્ચ ફ્રાઈસ જેવા ફૂડ ખાતા હોય છે જ્યારે બીજા અનેક એવા યુવકો છે જે ભૂંગળા બટેકા, ગાઠીયા, પાવ ગાઠીયા જેવા અનેક ખોરાક જે આપણા કાઠિયાવાડમાં ખુબ બનતા હોય છે તેવું ખાવાના શોખીન હોય છે, આથી જ આજના આ લેખના માધ્યમથી અમે એક એવા ફૂડ વિશેની વાત કરવાના છીએ જેને આજની તારીખમાં ઘણા બધા પસંદ કરે છે.
મિત્રો તમે જ્યારે પણ ભાવનગર આવો ત્યારે એક વખત જરૂર નવાપરાના બટેટા ખાવા તો જજો તે કારણ કે કહેવામાં આવે છે કે અહીંના બટેટા ખાયને ભલભલાના પરસેવા છૂટી જાય છે કારણ કે તીખા જ એટલા પ્રમાણમાં હોય છે, તીખું ખાતા લોકોના પણ અહીં સુસવાટા નીકળી જાય છે.તમે આવો તો એક વખત જરુથી ખાજો તમને સારો સ્વાદ તો મળી રહેશે પણ સાથો સાથ તીખાશનો મજો પણ મળી રહેશે. છેલ્લા ઘણા સમયથી ભાવેણા વાસીઓને આ બટેટા મોઢે વળગ્યા છે.
આ દુકાનના સરનામા વિશે જો વાત કરવામાં આવે તો આ બટેટાની દુકાન તમને ભાવનગરના નવાપરા ચોકની અંદર મળી જશે જેમને સૌ કોઈ ત્યાં યુનુસભાઈ બટેટાવાળા તરીકે પણ ઓળખે છે. તમે મૂળ ભાવનગરના હોવ કે બીજા હોઈ શહેરથી આવ્યા હોવ પરંતુ એક વખત જરૂરથી અહીં બટેટા ખાજો તમને મજા જ આવી જશે.
હાલ આખા ભાવનગર શહેરની અંદર નવાપરાના બટેટાએ સારું એવું નામ કમાય લીધું છે કારણ કે જયારે પણ કોઈ વ્યક્તિના મોઢે બટેકા ભૂંગળા ખાવાની વાત આવે ત્યારે સૌના મોઢા પર નવાપરાના બટેટાનું જ નામ લે છે.