કચ્છી ધરતી પર જાવ તો એક વખત ‘દાબેલી કિંગ’ ભીખાભાઇની દાબેલી જરૂરને જરૂર ચાખજો ! બે કલાકમાં તો બધી દાબેલી પુરી….
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આપણા ગુજરાતીઓ ખાણીપીણીના કેટલા બધા શોખીન હોય છે. આપણી હાલની પેઢી જ નહીં પણ પહેલાના સમયમાં ગુજરાતના રાજા-મહારાજાઓ પણ ખાવાપીવાના ખુબ શોખીન હતા. એટલે જ આપણે વર્તમાન સમયમાં જોઈ શકીએ છીએ કે આપણા ગુજરાતમાં બહારના તેમ જ કાઠિયાવાડી જેવા દરેક ફૂડનો સ્વાદ માણવા માટે મળી જાય છે. આજના આ લેખના માધ્યમથી અમે એક એવી દુકાન વિશે જાણવાના છીએ જે જોવામાં તો નાની છે પણ ખુબ લોકચહીતી છે.
તમે જાણતાજ હશો કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કચ્છમાં જાય છે ત્યારે તેની પ્રખ્યાત દાબેલી ખાવાનું કોઈ ભૂલતું નથી, કચ્છમાં પિઝા, બર્ગર કે બીજા કોઈ ફૂડ કરતા પણ વધારે દાબેલી ખવાય છે, આવી પ્રસિદ્ધિને લઈને જ હાલ ફક્ત આપણા રાજ્યમાં જ નહીં પણ બહારના રાજ્યોમાં પણ કચ્છી દાબેલી કરીને અનેક દુકાનો આવેલી છે જ્યા કચ્છમાં જે રીતે દાબેલી બનાવામાં આવે છે તેવી જ રીતે દાબેલી તૈયાર કરવામાં આવે છે. આજ અમે કચ્છના ‘દાબેલી કિંગ’ ભીખાભાઈ વિશે જણાવાના છીએ.
કચ્છમાં દાબેલી કિંગના નામેથી ઓળખાતા ભીખાભાઇ અંજાર તાલુકામાં પોતાની દાબેલીની લારી લગાવે છે. ભીખાભાઇની દાબેલી ફક્ત અંજારમાં જ નહીં પણ આખા કચ્છ જિલ્લામાં ખુબ પ્રખ્યાત માનવામાં આવે છે. અહીં લોકો એક દાબેલી ખાવા માટે લગભગ અડધી-અડધી કલાક સુધી લાઈનમાં ઉભા રહે છે ત્યાર તેઓને દાબેલી ખાવામાં વારો આવે છે. ખાસ વાત તો એ છે કે ભીખાભાઇ ફક્ત આખા દિવસમાં બે કલાક જ દાબેલીની દુકાન લગાવે છે, આ બે કલાકમાં દાબેલી ખાવા એટલા બધા લોકો ઉમટી પડે છે કે બે ફક્ત બે કલાકની અંદરજ દુકાનનો સુપડો સાફ થઇ જાય.
ભીખાભાઇને આ દાબેલી વહેંચવાને 40 વર્ષો થઇ ચુક્યા છે, ભીખાભાઇની દાબેલી ખાવા માટે લોકો એટલા આતુર હોય છે કે તેઓ કલાકો કલાકો સુધી દાબેલીની રાહ જોઈને ઉભા રહે છે. ભીખાભાઇ દાબેલીની આ લારી પોતાની જ શેરીમાં લગાવે છે અને પછી ડેલી બંધ કરી દે છે જેથી વધારે ગ્રાહકો અંદરના પ્રવેશી શકે. તેમ છતાં તેઓના ગેટની બહાર અનેક લોકો રાહ જોઈને ઉભેલા હોય છે કે તેઓને આ દાબેલી ખાવાનો ક્યારે મોકો મળશે.
‘દાબેલી કિંગ’ ભીખાભાઇનું કેહવું છે કે તે દરેક લોકોને પોતાની દાબેલીનો સ્વાદ ચખાડવા માંગે છે પરંતુ તેઓ એકલા હોવાને લીધે બધી જગ્યાએ પોહચી શકતાં નથી. છેલ્લા થોડાક વર્ષોથી ભીખાભાઇ વન મેન આર્મીની જેમ આ દુકાન સંભાળી રહ્યા છે. જો તમે ક્યારેય કચ્છમાં ફરવા માટે જાવ તો એક વખત દાબેલી કિંગ ભીખાભાઇની દાબેલી જરૂર ચાખજો.