સૌરાષ્ટ્રનાંઆ નાના એવા ગામના ભીખુદાન ગઢવી આ વ્યક્તિઓની પ્રેરણા લઈને બન્યા શ્રેષ્ઠ લોક સાહિત્યકાર બન્યા!
ગુજરાતમાં અનેક એવા કલાકારો છે, જેમાં લોકસાહિત્યકાર તરીકે જો કોઈ વ્યક્તિનું નામ લેવાની વાત આવે તો તેમાં સૌરાષ્ટ્રનાં એવા ભીખુદાન ગઢવીનું નામ સૌથી પહેલા લેવું જોઈએ. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ભીખુદાન ગઢવી નામ જ કાફી છે પછી તેમની બીજો કાંઈ ઓળખાણ ની જરૂર જ ન પડે કારણ કે તેમણે પોતાના વ્યક્તિત્વનું ઘડતર જ એવી રીતે કર્યું છે કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ લોકસાહિત્યકાર કંઈ રીતે બન્યા!.
ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણા ખીજદડા ગામે ૧૯ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવડા ગામના વતની છે. હાલ તેઓ જુનાગઢ ખાતે રહે છે તેમજ તેઓ લોકડાયારા નાં સૌથી વરિષ્ઠ સાહિત્યકારોમાં સૌથી લોકપ્રિય અને મોખરે છે.તેમની કળા બદલ તેમને અનેક પુરસ્કાર થી સન્નમાનિત કરવામાં આવેલ છે. આજે આપણે તેમના જીવનની સફર વિશે જાણીશું કે કંઈ રીતે ભીખુદાન ગઢવી ગુજરાતનાં શ્રેષ્ઠ અને લોકપ્રિય સાહિત્યકાર બન્યા.
ભારત સરકાર દ્વારા ભીખુદાન ગઢવીને ભારતીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે. આ ઉપરાંત તેમને કાગ પુરસ્કાર પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ખરેખર ભીખુદાન ગઢવી એ ગુજરાતનું અમૂલ્ય ઘરેણું છે, તેમજ પોતાના જીવનકાળ દરમિયાન તેઓ એ સદાય પોતાની કળાનો રસધાર લોકોને કરાવ્યો છે અને ગુજરાતી સાહિત્યને લોકો સુધી પોહચાડયું છે.
ભીખુદાન ગઢવીની સાહિત્યકાર બનવાની સફર વિશે જાણીએ તો તેમણે માત્ર દસ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું અને માધ્યમિક શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી, તેણે 20 વર્ષની ઉંમરે ગાયક તરીકે પ્રવેશ કર્યો. શરૂઆતમાં ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાઈ કાગનજ રચનાઓ વાંચીને તેમના જીવનથી ભીખુદાન ગઢવીએ પ્રેરણા મળી હોવાનું જાણવા મળે છે.ગીત લખવા માટે અને તેમણે ડાયરો પરંપરા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે ગુજરાતની લોક સંગીત પરંપરા છે જ્યાં કલાકાર કથાત્મક વાર્તાઓ ગાય છે.
જેમ જેમ તેમને લોકપ્રિયતા મળી એવી જ રીતે તેઓ ગુજરાતમાં થી વત્યારથી તેણે યુએસ, યુકે અને ઇન્ડોનેશિયા જેવા ઘણા દેશોમાં પર્ફોર્મન્સ આપ્યું છે અને તેની પાસે ક્રેડિટ માટે 350 થી વધુ ઓડિયો આલ્બમ્સ છે જેમાં દાનુ મકન અને ખાનદાનીનુ ખમીર જેવા લોકપ્રિય ટ્રેકનો સમાવેશ થાય છે. તેઓ અનુસૂચિત જનજાતિ સમુદાયમાંથી છે જે સૌરાષ્ટ્રમાં ગઢવી તરીકે ઓળખાય છે. તેમના જીવનમાં સદાય તેમણે લોક સાહિત્યને લોકો સુધી પોહચાડયું છે.આજે પણ તેઓ લોક ડાયરામાં પોતાની કળા દ્વારા ગુજરાતની જનતાનું હ્દય જીતી લે છે.