GujaratViral video

ભીંતચિત્રો પર શાહી લગાડનાર હર્ષદ ગઢવીના કેસમાં મંદિરના સિક્યોરિટી ગાર્ડે કર્યો મોટો ઘટસ્ફોટ ! કહ્યું કે “મારી જાણ બહાર મને ફરિયાદી તરીકે….

જો તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હશો અથવા તો રોજબરોજના ન્યુઝ ચેલન નિહાળતા હશો તો તમને ખબર જ હશે કે હાલ સાળંગપુર ભીંતચિત્રનો મામલો આગની જેમ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, હજી થોડા દિવસ પેહલા જ હનુમાનજીની 54 ફૂટ પ્રતિમાની નીચે લગાવામાં આવેલ ભીંતચિત્રો પર હર્ષદભાઈ ગઢવી નામના વ્યક્તિએ મૂર્તિ નીચે જઈને આ ભીંતચિત્રો પર કાળો રંગ લગાવીને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ આ અંગેની ફરિયાદ નોંધાવામાં આવી હતી.

હર્ષદભાઈ ગઢવી વિરુદ્ધ નોંધાવામાં આવેલ આ ફરિયાદને લઈને પણ હાલ મોટો ઘટસ્ફોટ થયો છે કારણ કે આ ઘટનાના ફરિયાદ એવા સિક્યોરિટી ગાર્ડે હાલ પોતે જ એક વિડીયો શેર કરીને આ ફરિયાદ અંગે જણાવ્યું હતું. હર્ષદભાઈ ગઢવીના ફરિયાસ કેસમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરનાર ભુપતભાઇ ખાંચરે પોતાનું નિવેદન આપ્યા કહ્યું હતું કે “હું સાળંગપુર હનુમાનજી મંદિરમાં સિક્યુરિટી તરીકેની ફરજ બજાવું છું બે દિવસ પેહલા હર્ષદભાઈ ગઢવીનો બનાવ બન્યો હતો.જ્યા મારો સિક્યુરિટીનો પોઇન્ટ હતો.”

“ત્યારબાદ મને મંદિરના વહીવટ કર્તાઓએ પુછપરછ કરેલી કે આ બનાવ બન્યો ત્યારે તમે આ પોઇન્ટ પર હાજર હતા,તો મેં હા પાડી.ત્યારબાદ મને સાંજે ઓફિસમાં બોલાવેલો ને ત્યાં મારી સહી લીધેલી,ત્યારબાદ સાંજે હું નોકરી પુરી કરીને ઘરે આવી ગયેલો સવારમાં હું નોકરી એ ગયો ત્યારે મને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે આ કેસમાં મને ફરિયાદી તરીકે ઉમેરવામાં આવ્યો છે.”

આટલું કહ્યા બાદ ભુપતભાઇ ખાંચરે કહ્યું કે “હું ચારણ સમાજ તેમ જ અન્ય સમાજને આ વિડીયો દ્વારા જાણ કરવા માંગુ છું કે મારી જાણ બહાર આ કેસમાં મને ફરિયાદી તરીકે ઉમેરવામાં આવ્યો છે,આમાં ચારણ સમાજ તથા અન્ય સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલગિરી વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું આમ હું કોઈ જાણતો નથી, આ વિડીયો મેં કોઈના દબાણથી કે કોઈની વાતમાં આવ્યા વગર મેં બનાવેલ છે આની નોંધ લેવી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!