જાણો આ ખાસ સરપંચ વિશે કે જેણે મંદિર મા સોંગધ લીધા કે ક્યારે પણ ભ્રષ્ટાચાર નહી કરે અને બીજાને પણ નહી ભ્રષ્ટાચાર નહી કરવા દે…
તાજેતર મા જ ગુજરાતના અનેક ગામોની સંરપંચ ની ચુંટણી યોજાઈ હતી અને અનેક ગામો મા ચુંટણી રસાકસી ભરી રહી હતી ત્યારે ઘણા કિસ્સાઓ ખુબ ચર્ચાસ્પદ બન્યા હતા ત્યારે એવો જ એક કિસ્સો અમરેલી જીલ્લા ના ભુરખીયા ગામના સંરપંચ નો પણ હતો. જેમા ભુરખીયા ગામ ના સરપંચ એ ભુરખીયા હનુમાનજી મંદિર મા શપથ લીધી હતી કે તેવો ભ્રષ્ટાચાર નહી કરે ને આ બાબત નો વિડીઓ પણ ખુબ વાયરલ થયો હતો.
આ વિડીઓ મા સરપંચ ભ્રષ્ટાચાર ના કરવાના સોગંદ ખાધા હતા જયારે આ બાબદ અંગ divyabhaskar ના એક અહેવાલ અનુસાર આ સરપંચ કોણ છે તેની માહીતી શોધવામાં આવી હતી. ત્યારે ખબર પડી હતી કે સોગંધ ખાનાર સરપંચ નુ નામ રમેશભાઈ બારડ છે અને તેવો ભુરખીયા ગામ માથી બીન હરીફ ચુંટાયા હતા. અને તેવો વ્યવસાયે એક ખેડૂત છે અને રાજપૂત સમાજ માથી આવે છે.
અમરેલીનુ ભુરખીયા ગામમા વર્ષો થી ભુરખીયા હનુમાનજી નુ મંદિર આવેલુ છે અને લાખો લોકો નુ આસ્થા નુ પ્રતીક છે ત્યારે રમેશભાઈ બારડ ના સ્વર્ગસ્થ માતાશ્રી ઉજીબેને આ મંદિરમાં વર્ષો સુધી સેવા આપી હતી અને તેમની ઈચ્છા હતી કે તેમનો દિકરો આ ગામ ની અને મંદીર ની સેવા કરે ત્યારે માતાની ઈચ્છા પુરી કરવા માટે રમેશભાઈ સરપંચની ચુંટણી બીન હરીફ જીત્યા હતા.
જ્યારે તેવો બીન હરીફ ચુટણીમા વિજેતા થયા તો સૌ પ્રથમ તેવો ભુરખીયા હનુમાનજી મંદિરે ગયા હતા અને તેવો મંદીર સમક્ષ એવા સોંગધ લીધા હતા કે તેવો ક્યારે પણ ભ્રષ્ટાચાર કરશે નહી અને બીજા ને પણ ભ્રષ્ટાચાર નહી કરવા દે… ત્યારે આ સોગંધ લેતી વખતે ઘણા લોકો એ તેમનો વિડીયો ઉતાર્યો હતો અને અને તે વિડીઓ ઘણો વાયરલ થયો હતો. અને તેવો રાતોરાત ફેમસ થયા હતા.