Gujarat

બોટાદના યુવકને ભુવાએ એવી રીતે છેતરપિંડી કરી કે જાણી માથું ચક્કર ખાય જશે!! “તારા મમ્મીને મુક્તિ નથી મળી…10 લાખ પડાવી લીધા

ખોટા ભુવા અને તાંત્રિકોના કારણે અનેક લોકોને પૈસા અને જીવ ગુમાવવાનો વારો આવે છે. હાલમ જ એક બોટાદ શહેરના યુવાને પણ એક ભુવાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. આ ઘટના વિષે વિગતવાર માહિતી જાણીએ.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે ખોડીયાર નગરમાં રહેનાર ભાવેશ કાળુભાઈ બાવળીયાના લગ્ન થતા ન હતા અને આ કારણે તેમણે માતાજીના ભૂવા પરશોતમ કવાભાઈ વાંઝડીયા જેઓ દાણા જોવડાવા માટે ગયા. આ કારણે બુવાએ તેમને કહ્યું કે
તને પિતૃ દોષ છે, તને નડે છે અનેક કારણો જણાવીને ભુવાએ
રૂ. 10થી 11 લાખ રૂપિયા તેમજ સોનાના દાગીના પડાવી લીધાં હતાં.

સૌથી ચોંકાવનારી વાત એ કે ભૂવા દ્વારા છેલ્લા 9 વર્ષથી વધુ રૂપિયા આપવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું.આખરે કંટાળી આ યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાની કોશીષ કરી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ભૂવા વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

યુવાને પોલીસને જણાવેલ કે તેને કંટાળી જઈને મેં ઝેરી દવા પીધી હતી. ત્રણ દિવસ પહેલાં સમાધાન કરવાની વાત કરી હતી પરંતુ કોઈ આવ્યું નથી. મારા મમ્મી મૃત્યુ પામેલ તેને મૂક્તી નથી મળી તેમ આવા બહાના હેઠળ રૂપિયા પડાવતા હતા. વિધિ કરવાના બહાને રૂપિયા પડાવતા હતા.સગાઈ થઈ ગયા બાદ છોકરીમાં ખામી છે તેમજ તેની સાથે ન કરવાનું કરતા. આ કારણે આખરે યુવાને આવું અંતિમ પગલું ભરેલું પરંતુ હાલમાં પોલીસે આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!