India

BIG Breaking: રાજ્યમાં કોઈ લોકડાઉન નહી, માત્ર 20 શહેરોમાં રાત્રી કર્ફ્યુની જાહેરાત

ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્ય સરકારને લોકડાઉન અથવા કર્ફ્યુ લગાવવાના માટે સૂચન કર્યું હતું. ત્યારે હાઈકોર્ટના સૂચન બાદથી જ ચર્ચાઓ હતી અને લોકોમાં ડર પણ હતો કે, રાજ્યમાં લોકડાઉન લગાવી દેવામાં આવશે.

આ અંગે નિર્ણય કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે સાંજે ગાંધીનગરમાં એક હાઈલેવલની બેઠક મળી હતી અને આ બેઠકમાં રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

રાજ્યના 20 જિલ્લામાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર સંપુર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી દર શનિ-રવિ સરકારી કચેરીઓમાં રજા રહેશે. લગ્નપ્રસંગમાં માત્ર 100 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે જણાવ્યું કે, આજે હાઈકોર્ટે સરકારને સલાહ અને માર્ગદર્શન આપતાં અમે નિર્ણય કર્યો છે કે, 20 શહેરોમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કરફ્યૂ હતો જ. પણ હવે જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, આણંદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં નાઈટ કરફ્યૂ લાગુ થશે.

આ 20 શહેરોમાં હવે રાત્રે 9 વાગ્યાના બદલે 8 વાગ્યાથી કરફ્યૂ લાગુ કરવામાં આવશે. અને સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ થશે. અને આ કરફ્યૂ 30 એપ્રિલ સુધી લાગુ થશે. લગ્નપ્રસંગમાં 10મી એપ્રિલથી 100 લોકોને જ છૂટ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!