Gujarat

ગુજરાત હવામાન વિભાગની મોટી આગાહી!! આવનાર ત્રણ દિવસ આ જગ્યાઓ પર પડી શકે પ્રચંડ ગરમી…જાણો શું કહ્યું આગાહીમાં?

હાલમાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સતત દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે ફરી એકવાર ગરમીને લઈને હવામાન વિભાગે ભારે મોટી આગાહી કરી છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે તા. 25 થી લઈ તા. 27 મે નાં રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર સહિતનાં વિસ્તારોમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. હજુ 3 દિવસ ગુજરાતમાં અગન વર્ષા રહેશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તા. 26 મે બાદ ગરમીમાં ઘટાડો થશે તેમજ તા. 27 થી 29 સુધી ગરમીથી લોકો રાહત અનુભવશે અને મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી તાપમાન નોંધાશે. તેમજ 4 જૂનથી મહત્તમ તાપમાન 41 ડિગ્રી જોવા મળશેતેમજ તા. 28 અને 29 મે થી સમગ્ર રાજ્યમાં લોકો ગરમીથી રાહત લેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

તા. 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને ત્યારબાદ ધીરેધીરે ચોમાસુ આગળ વધશે. મતલબ કે અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને વધુમાં અંબાલાલે જણાવ્યું કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ નોંધાશ.

હાલમાં ગરમીનું પ્રમાણ ત્રણ દિવસ વધુ રહેશે, જેથી દરેક વ્યક્તિઓએ બપોરના સમયમાં બહાર જવાનું ટાળવું જોઈએ કારણ કે આવી આકરી ગરમીમાંલૂ તેમજ હિટ સ્ટ્રોકનો ખતરો વધારે રહી શકે છે. દરેક વ્યક્તિએ બહારજવાનું ટાળવું જોઈએ તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણીનું સેવન કરો અને ઉનાળુ ફળનું સેવન કરો અને ડિહાઈડ્રેશનથી બચો. ઘરમાં રહો અને સ્વસ્થ રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!