ભાવનગરમાં બની મોટી દુર્ઘટના! બાલ્કની નીચે પડતા એક સાથે અનેક લોકો દબાયા, મહિલાનું મૌત… જુઓ ઘટનાના લાઈવ દ્રશ્યો
ભાવનગર શહેરમાં આવે માધવ હિલ કોમ્પ્લેક્ષનાં બિલ્ડિંગનો આગળનો ભાગ પડી જતા બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિતની દુકાનો દબાઈ ગઇ હતી.
આ દુર્ઘટનામાં એક મહિલાનું નિધન થયું છે, જ્યારે 17-18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાના સીસીટીવીના દ્રશ્યો જોઈને તમારું પણ કાળજું કંપી જશે. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણ દાયક છે.
આ બનાવમાં BOB બેંક સહિત 10 જેટલી દુકાનોમાં તેનો કાટમાળ પડ્યો હતો અને આ ઘટનાના જાણ થતાં જ તાત્કાલિક 108, ફાયરવિભાગ અને પોલીસ કમિશનર કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ચાર જેસીબી વડે તાત્કાલિક જ કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરેલી.
હંસાબેન ઈશ્વરભાઈ જમોડ નામની મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી, જેને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. જ્યારે 17-18 જેટલા ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.
માધવ હીલ બિલ્ડીંગમાં ત્રણ માળ કોમર્શિયલ છે. જ્યારે પાંચ માળ રેસીડેન્સિયલ છે. જે પાંચ માળમાં 56 જેટલા ફ્લેટ આવેલા છે. આ દુર્ઘટના ઘટતાં તમામ ફ્લેટ ધારકોને તાત્કાલિક ફ્લેટ ખાલી કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.