બાઈક અને એસ.ટી વચ્ચે ભયંકર અકસ્માત મા બે સગા ભાઇ સહિત 3 યુવાનના ઘટના સ્થળે જ મોત….
હાલમાં જ એક અકસ્માતમાં બે ભાઈઓ સહિત એક યુવક નું મુત્યુ થયું છે. આ ઘટના ખૂબ જ કરુણદાયક છે. આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ કે કંઈ રીતે આ દુઃખ દાયક ઘટના બની છે. આ ઘટના છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામની કારણ કે ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત બન્યો હતો. આ ઘટનામાં એક જ પરિવારના 3 યુવાનોના મોત થયા હતા અને પરિવાર શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું.
આ ઘટનામાં સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી જયદીપ લાલસિંગ ખરાડી અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી આજે ઘરેથી હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઇક સાથે અકસ્માત થયો હતો. જેમાં બસની આગળના ભાગે બાઇક ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણેય યુવાનોના મોત થયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.ઘટનાની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. એક જ પરિવારના ત્રણ યુવાનોએ જીવ ગુમાવતા પરિવારજનો ની આંખમાં આંસુઓ છવાઈ ગયા હતા અને પોતાના વ્હાલાસોયા દીકરાઓ ની લાશ જોઈને પરિવાર જનો શોકમાં મુકાઈ ગયા હતા.આ ઘટનાને લીધે આજુબાજુથી ગામ લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસ દોડી ગઇ હતી.
આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઝાલોદ-અમદાવાદ ST બસ અકસ્માત બાદ બાઇકને ઘસડીને દૂર સુધી લઇ ગઇ હોવાનું અનુમાન છે, કારણ કે, બસની પાછળ 100 મીટર દૂરથી ત્રણેય યુવાનોના મૃતદેહો પોલીસને મળ્યા હતા. આટલું સાંભળીએ ત્યારે તમને સમાજશે કે વિચાર કરો કે આખરે આ ઘટના કેટલી કરુણ દાયક હશે. ભગવાન ને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે અને પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.