રમેશ ચૌહાણે બીસલેરી કંપની વેંચવાનો નિર્ણય લીધો ! જાણો કોણ ખરીદી શકે આ કંપની અને શા કારણે વેચવાનું નક્કી કરી રહ્યા છે
આપણે બહાર જઈએ એટલે સૌથી પહેલા બિસલેરીની બોટેલ લેવાનો જ આગ્રહ રાખીએ છે અને આજે વિશ્વમાં ખૂણે ખૂણે આ કંપની ફેલાયેલ છે પરંતુ હવે આ કંપની વેચાઈ રહી છે. ચાલો અમે આપને જણાવી કે, આખરે બિસલેરી કંપની કોણ લઈ રહ્યું છે અને શા માટે આવડી મોટી કંપની વેચવા માટે બહાર કાઢી છે.
ખરેખર દુઃખની વાત છે કે, કોકા-કોલાને સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ્સ થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ અને લિમ્કા વેચ્યાના લગભગ ત્રણ દાયકા પછી, રમેશ ચૌહાણ બિસ્લેરી ઇન્ટરનેશનલ વેચવા માટે તૈયાર છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ બિસ્લેરીના ચેરમેન રમેશ ચૌહાણ કહ્યું કે તેઓ વોટર બિઝનેસ માટે ખરીદદારની શોધમાં છે અને ટાટા કન્ઝ્યુમર સહિત અનેક ખેલાડીઓ સાથે વાતચીત કરી રહી છે અને આ કંપનીની 7,000 કરોડની ડીલ હજુ ફાઈનલ થઈ નથી. બિસ્લેરીની કંપનીને આગળ લઈ જવા માટે હવે તેમનું કોઈ ઉત્તરાધિકારી નથી. રમેશ ચૌહાણે કહ્યું કે તેમની દીકરી જયંતિને બિઝનેસમાં બહુ રસ નથી. બિસ્લેરી ભારતની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની છે. ડીલ હેઠળ વર્તમાન મેનેજમેન્ટ બે વર્ષ સુધી ચાલુ રહેશે.
ઇકોનોમિક ટાઇમ્સે આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. અહેવાલો અનુસાર, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) બિસ્લેરીને રૂ. 6,000-7,000 કરોડમાં ખરીદી રહી છે પરંતુ મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે ચૌહાણે કહ્યું હતું કે – ટાટા ગ્રૂપ મારા વ્યવસાયને વધુ સારી રીતે સંભાળશે અને તેને આગળ લઈ જશે. મને ટાટા કલ્ચર ગમે છે, તેથી મેં અન્ય ખરીદદારો હોવા છતાં ટાટા પસંદ કર્યા. રિલાયન્સ રિટેલ, નેસ્લે અને ડેનોન સહિત બિસ્લેરી ખરીદવા માટે ઘણા દાવેદારો હોવાનું કહેવાય છે પણ હજુ ટાટા સાથે ડિલ ડન નથી થઈ.
ભારતમાં મિનરલ વોટર બ્રાન્ડ ‘બિસલેરી’ને લોકપ્રિય બનાવનાર રમેશ ચૌહાણનો જન્મ 17 જૂન 1940ના રોજ મુંબઈમાં જયંતિલાલ અને જયા ચૌહાણને ત્યાં થયો હતો. રમેશ ચૌહાણે 27 વર્ષની ઉંમરે ભારતીય બજારમાં બોટલ્ડ મિનરલ વોટર રજૂ કર્યું. 50 વર્ષથી વધુની કારકિર્દીમાં, રમેશ ચૌહાણે બિસ્લેરી ભારતની ટોચની મિનરલ વોટર બ્રાન્ડ બનાવી.પારલે એક્સપોર્ટ્સે 1969માં ઇટાલિયન બિઝનેસમેન પાસેથી બિસ્લેરી ખરીદી અને ભારતમાં મિનરલ વોટર વેચવાનું શરૂ કર્યું.
50 વર્ષથી વધુની કારકિર્દીમાં, ચૌહાણે બિસ્લેરીને ભારતની ટોચની મિનરલ વોટર બ્રાન્ડ બનાવી. ચૌહાણે પ્રીમિયમ નેચરલ મિનરલ વોટર બ્રાન્ડ વેદિકા પણ બનાવી છે. આ ઉપરાંત ચૌહાણ થમસઅપ, ગોલ્ડ સ્પોટ, સિટ્રા, માઝા અને લિમ્કા જેવી ઘણી બ્રાન્ડના નિર્માતા પણ છે, પરંતુ સમય એવો આવ્યો છે કે આજે તેમની દીકરી આ
બિઝનેસ આગળ લઈ જવા માંગતી નથી. હાલમાં જયંતિ કંપનીમાં વાઈસ ચેરપર્સનની જવાબદારી સંભાળી રહી છે પરંતુ જયંતિ એક ઉત્સુક ફોટોગ્રાફર અને પ્રવાસી પણ છે અને હવે તેને બિઝનેસમાં રસ નથી.