ભાજપના પ્રમુખએ પોતાની દીકરીનો જીવ બચાવવા પોતાનું લીવર આપી દીધું પણ દીકરીના દિલે દગો આપ્યો! કરુણ ઘટના જાણીને આંસુ સરી પડશે.
આ જગતમાં મોત ક્યારે ને કઇ પડે આવી જાય એ કોઈ નથી જાણતું. હાલમાં જ એક દુઃખદાયી ઘટના બની છે.પિતા પુત્રીના સંબંધની આ અનોખી દુઃખદ ઘટના છે. વાત જાણે એમ છે કે. અમરેલીના સોઢા પરિવારની દીકરીને લીવરની તકલીફ હોવાથી પિતાએ તેને લીવર દાન કર્યું હતું. પરંતુ વિધના લેખ તો જુઓ કે, લીવરના પ્રત્યારોપણ બાદ હૃદયની તકલીફ થતાં જુવાનજોધ દીકરીનું મોત થયું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે અમરેલી શહેર ભાજપના પ્રમુખ ભાવેશભાઈ સોઢાની પુત્રી જીનલનું મુંબઈમાં સારવાર દરમિયાન જીનલનું અવસાન થયું હતું. 4 એપ્રિલના રોજ અમરેલીમાં તેમનાનિવાસસ્થાનેથી જીનલની અંતિમ યાત્રા નીકળી હતી.
અહેવાલ પ્રમાણે, જીનલે ડેન્ટલ કોર્સ પૂરો કરીને દાંતના ડૉક્ટર તરીકેની ડિગ્રી મેળવી હતી. જીનલને લીવરની બીમારી હોવાનું નિદાન થતાં તેના પિતા ભાવેશભાઈ સોઢાએ પોતાનું લીવર આપવાની તૈયારી દર્શાવી હતી. પિતા-પુત્રી બંને સારવાર માટે મુંબઈ આવ્યા હતા.
મુંબઈમાં લીવરનું સફળ પ્રત્યારોપણ થયું હતું. પરંતુ એ પછી જીનલને હૃદયની સમસ્યા થઈ હતી અને તે પ્રાણઘાતક નીવડી. અમરેલીમાં જીનલને અગ્નિદાહ અપાઈ રહ્યો હતો ત્યારે તેના પિતા ભાવેશભાઈ મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમને અંદાજો પણ નહોતો કે જે વહાલસોયી દીકરીનો જીવ બચાવવા માટે તેમણે લીવરનું દાન કર્યું તે હવે આ દુનિયામાં નથી રહી.