આખું બોલીવુડ જગત રડી પડ્યું જયારે અક્ષય કુમારના આ સ્નેહીજનનું મૃત્યુ નીપજ્યું હતું ! ખુદ અક્ષય કુમાર દડદડ આંસુએ…..
હાલના સમયમાં મિત્રો તમને ખબર જ હશે કે વર્તમાન સમયમાં અનેક એવા દિગ્ગજ સ્ટારો ટીવી ઇન્ડસ્ટ્રીમાં રહ્યા નથી, ત્યારે અમે એક એવા દુખ સમાચાર વિષે વાત કરાવાના છીએ જેના વિશે જાણીને આખું બોલીવુડ જગત શોકમય બન્યું હતું. આ ઘટનાને લીધે આખા બોલીવુડ જગતમાં મોટો આઘાત જ લાગી ગયો હતો. અક્ષય કુમારે ખુદ ટવીટ કરીને જણાવ્યું હતું કે તેમની માથાનું નિધન થયું હતું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અક્ષય કુમારના માતા અરુણા ભાટિયાનું 8 સપ્ટેમ્બર 2021 બુધવારે સવારે નિધન થયું હતું. જાણવા મળ્યું છે કે નિધન થયા પેહલા સ્વ.અરુણા ભાટિયાની તબિયત લથડી હતી જે બાદ તેઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. માતાને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની જાણ થતાં જ અક્ષય કુમાર તાત્કાલિક લંડનથી ફ્લાઈટ પકડીને મુંબઈ પરત આવ્યો હતો અને મુશ્કેલીના સમયમાં માતાની પડખે રહ્યો હતો.
પોતાની માતાનું નિધન થતા અક્ષય કુમારે ટવીટ કરતા લખ્યું હતું કે ‘તેઓ મારા માટે મહત્વના હતા અને મારા અસ્તિત્વના ખૂબ મહત્વના ભાગને ગુમાવીને અત્યંત પીડા અનુભવી રહ્યો છું. મારા માતા અરુણા ભાટિયા આજે સવારે શાંતિની સાથે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા અને હવે તેઓ બીજી દુનિયામાં મારા પિતાને મળશે. હું અને મારો પરિવાર આ સમયમાંથી પસાર થઈ રહ્યા હોવાથી પ્રાર્થના કરવાની વિનંતી કરું છું. ઓમ શાંતિ’.
માતાના નિધનના હજી એક દિવસ પહેલા જ અક્ષય કુમારે પ્રાર્થના કરવા બદલ ફેન્સનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ સમય તેના પરિવાર માટે કેટલો મુશ્કેલીભર્યો હતા. અક્ષય કુમારે લખ્યું હતું કે, ‘તમે લોકોએ મારા માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા દર્શાવી છે તે મારા દિલને સ્પર્શી ગઈ છે. હું તેને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. આખરે કહેવાય છે ને, ક્યારે શુ ઘટના બને કહી ન શકાય.
અરુણા ભાટિયા હીરાનંદાની હોસ્પિટલના ICUમાં હતા. અરુણા ભાટિયા 77 વર્ષના હતા.તબિયત ખરાબ હોવાથી અક્ષય તે મમ્મીથી દૂર રહી શક્યા ન હતા અને તેઓ ફિલ્મનું શૂટિંગ છોડીને ભારત પરત આવી ગયા હતા. અરૂણા ભાટિયાને શુક્રવાર 3 સપ્ટેમ્બરના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા. પરિવારના આગ્રહથી હોસ્પિટલે સારવારની તમામ માહિતી છુપાવીને રાખી હતી પરતું 8 સપ્ટેમ્બર 2021ના રોજ નિધન થતા અક્ષયનાં પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.