બૉલીવુડના કલાકારોએ શ્રી રામ મંદિર માટે ઈંટો સહિત દિલ ખોલીને દાન કર્યું! જાણો ક્યાં કલાકારે કેટલું દાન આપ્યું.
શ્રી રામ મંદિરના નિર્માણ માટે સામાન્ય વ્યક્તિથી લઇને ધનવાન લોકોએ દાન કર્યું છે, ત્યારે આ દાનમાં બૉલીવુડનાકલાકારો પણ મોખરે છે. કહેવાય છેને કે દાનનો મહિમા અનેરો છે, દરેક વ્યક્તિએ પોતાની કમાણીમાંથી ઈશ્વરનો ભાગ અચૂકપણે કાઢવો જોઈએ. બૉલીવુડના કલાકારોએ પણ શ્રી રામ મંદિરના નિર્માણ માટે દાનની સરવાણી વહાવી છે. અનેક કલાકારોએ પણ પૈસાનું દાન કર્યું છે તો કોઈકે ઈંટોનું દાન કર્યું છે.
ચાલો અમે આપને જણાવીએ કે ક્યાં કલાકારે કેટલું દાન આપ્યું છે. ખરેખર બૉલીવુડના કલાકારોના આ કાર્યને આપણે બિરદાવવું જોઈએ કારણ કે ધર્મના કાર્યમાં દરેક કલાકારોએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન અર્પણ કર્યું છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરો તો પણ એ દાન જ કહેવાય. તમે કેટલું દાન આપ્યું તે મહત્વનું નથી પરંતુ આપવું એ મહત્વનું છે.
મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલ વિગત અનુસાર આપણે બૉલીવુડના કલાકારોએ આપેલ દાનની માહિતી જાણીએ.
હેમા માલિની : બૉલીવુડમાં ડ્રીમ ગર્લ તરીકે ઓળખાતા હેમામાલિનીએ શ્રી રામ મંદિર માટે ગુપ્ત દાન કર્યું છે. તેમના દાનની રકમ તેમને જાહેર નથી કરી પરંતુ તેમણે લોકોને દાન કરવાની અપીલ કરી.
મનોજ જોશી : આપણા ગુજરાતના પનોતા પુત્ર મનોજ જોશીએ પણ ગુપ્તદાન કર્યું છે અને તેમણે પણ દરેક ભક્તોની શ્રી રામ મંદિરમાં દાન કરવા માટે અપીલ કરી
અક્ષય કુમાર : બોલીવુડના સુપર સ્ટાર ગણાતા અક્ષય કુમારે પણ ગુપ્તદાન કર્યું છે અને તેમણે પણ વિડીયો સંદેશ દ્વારા પોતાના ચાહકોને દાન કરવાની અપીલ કરી.
ગુરમીત ચૌધરી ” ટીવી સિરિયલના લોકપ્રિય અભિનેતાએ પણ ગુપ્ત દાન કરીને લોકોને દાનની અપીલ કરી તેમજ શ્રી રામ મંદિર માટે પોતાની લાગણી વ્યક્ત કરી.
પ્રતિભા સુભાષ : લોકપ્રીય અભિનેત્રી પ્રતિભાએ મંદિર માટે 1 લાખ રૂપિયાનું દાન આપ્યું અને લોકોને પણ દાન માટે અપીલ કરી.
અનુપમ ખેર : શ્રી રામ મંદિર માટે પૈસાને બદલે તેમને ઈંટોનું દાન કર્યું છે, તેમજ લોકોને પણ દાન કરવા માટે ખાસ અપીલ કરી.
મુકેશ ખન્ના : ઘર ઘરમાં શક્તિ માં તરીકે જાણીતા થયેલ મુકેશ ખન્ના એ 1. 11 લાખનું દાન અર્પણ કર્યું અને સૌને દાન કરવા માટે અપીલ કરી.
ગૌતમ ગંભીર : ક્રિકટર ગૌતમ ગંભીરે શ્રી રામ મંદિર માટે દરિયા દિલ રૂપે 1 કરોડ રૂપિયાનું દાન અપર્ણ કર્યું અને સૌને પણ દાન કરવા માટે ખાસ અપીલ કરી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.