બોલીવુડના મોટા મોટા દિગ્ગજ કલાકારો શોકમાં ગરકાવ થયા હતા જયારે આ દિગ્ગજ અભિનેતાનું નિધન થયું ! અમિતાભ બચ્ચન સાથે ખાસ સબંધ હતો…
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો બોલીવુડના ઘણા બધા અભિનેતા અને સિંગરોના નિધન થઇ ચુક્યા છે, એવામાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીને ફરી એક વખત મોટો ઝટકો લાગ્યો છે કારણ કે દિગજ્જ અભિનેતા વિક્રમ ગોખલેનું હાલ પુણેની હોસ્પિટલમાં નિધન થયું છે. આ દિગ્ગજ અભિનેતાનું મૃત્યુ થતા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વિક્રમ ગોખલે 77 વર્ષીય હતા, એવામાં તેઓ છેલ્લા 18 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. પુણેમાં આવેલ દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં તેઓએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.
અમુક એહવાલો અનુસાર સામે આવ્યું છે કે શુક્રવારના રોજ તેમની હાલતમાં સુધારો પણ આવ્યો હતો પરંતુ મલ્ટી ઓર્ગેન ફેલિયરના કારણે શનિવારના રોજ તેઓનું નિધન થયું હતું. તેઓના પાર્થિવ શરીરને પુણેના ગંધર્વ રંગમંદિરમાં રાખવામાં આવશે અને તેઓનો અંતિમ સંસ્કાર વૈકુંઠ સ્મશાન ભૂમિ પર કરવામાં આવશે. વિક્રમ ગોખલે વિશે વાત કરવામાં આવે તો તેઓ ફક્ત બૉલીવુડ ઇન્ડસ્ટ્રી જ નહીં પરંતુ મરાઠી થીએટર, હિન્દી સિનેમા અને ઘણી ટીવી એકટીવીટી પણ કરતા હતા.
વિક્રમ ગોખલેના પિતાનું નામ ચંદ્રકાંત ગોખલે હતું, તેઓના દાદી કમલાબાઇ ગોખલે ઇન્ડિયન સિનેમાના સૌ પ્રથમ ફેમિલિ ચાઇલ્ટ આર્ટિસ્ટ પણ રહી ચુક્યા છે. સ્વ.વિક્રમ ગોખલેના કરિયર વિશે વાત કરવામાં આવે તો તેઓ ‘હમ દિલ દે ચુકે સનમ’ માં પિતાનો રોલ અદા કરતા જોવા મળ્યા હતા, એટલું જ નહીં બ્લોકબસ્ટર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’, ‘દિલ સે’, ‘અગ્નિપથ’,’દે દના દન’ જેવી અનેક હિટ ફિલ્મોમાં પોતાનો રોલ અદા કરી ચૂકેલા છે. સ્વ.વિક્રમ ગોખલે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચૂકેલા છે.
જેમાં વર્ષ 1989 થી આવેલ 1991 સુધી પ્રસારિત થતો ‘ઉંડાન’ માં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, તેઓ અકબર બિરબલ જેવા શોના પણ હિસ્સો રહી ચૂકેલા છે. તેઓએ બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1971માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ પરવાનાથી કરી હતી, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને જોડી રિયલ લાઈફમાં પણ જામી ગઈ હતી અને બંને સારા મિત્રો બની ગયા હતા. વિક્રમ ગોખલેના ખરાબ સમયમાં અમિતાભ બચ્ચન સહારો બનીને ઉભા રહ્યા હતા.
પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં વિક્રમ ગોખલેએ જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા હતા,તેઓ જયારે મુંબઈ આવ્યા ત્યારે તેઓની પાસે રહેવા માટે એક ઘર પણ ન હતું, એવામાં આ વાતની જાણ થતા જ અમિતાભ બચ્ચને તાત્કાલિક જ મુખ્યમંત્રી મનોહર જોશીને ફોન કરીને વિક્રમ ગોખલેને રહેવા માટે જગ્યા આપવામાં આવે તેવી છઠ્ઠી લખવામાં આવી હતી. આ ચિઠ્ઠીને આધારે જ વિક્રમ ગોખલેને તરત જ રહેવા માટે એક સરકારી ઘર પ્રાપ્ત થયું હતું. જ્યારે પણ આ વાત વિક્રમ ગોખલે મીડિયા સમક્ષ રજૂ કરે ત્યારે તેઓ ખુબ ભાવુક થઇ જતા હતા.