બૉલીવુડમાં ફરી એક વખત છવાયા દુઃખના વાદળો ! સિંઘમ ફિલ્મના આ દિગ્ગ્જ કલાકારનું થયું નિધન..
ભારતીય સિનેમા જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરનાર પ્રખ્યાત અભિનેતા જયંત સાવરકરનું 87 વર્ષની વયે નિધન થયું છે. 24 જુલાઈ, સોમવારે સવારે 11 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વય સંબંધિત સમસ્યાઓના કારણે જયંતનું નિધન થયું હતું. અભિનેતાના પુત્ર કૌસ્તુભ સાવરકરે પિતાના નિધનની પુષ્ટિ કરી છે.
જયંત સાવકરના મૃત્યુની પુષ્ટિ તેમના પુત્ર કૌસ્તુભ દ્વારા કરવામાં આવી હતી. કૌસ્તુભએ જણાવ્યું કે છેલ્લા 10-15 દિવસથી તેના પિતાની તબિયત ખરાબ ચાલી રહી હતી. અચાનક તેમની તબિયત બગડવા લાગી, ત્યારબાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. સોમવારે સવારે 11 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જયંતના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે.
જયંત સાવકર મરાઠી અને હિન્દી સિનેમાના જાણીતા સ્ટાર હતા. પોતાના કરિયરમાં તેણે ‘હરિ ઓમ વિઠ્ઠલા’, ‘ગદાબાદ ગોંધલ’, ’66 સદાશિવ’ અને ‘બકાલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય તેણે ‘સિંઘમ’, ‘વાસ્તવ’, ‘રોકી હેન્ડસમ’ અને ‘યુગપુરુષ’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે.
આ સિવાય જયંત સાવરકરે ઘણી ટેલિવિઝન સિરિયલોમાં પણ કામ કર્યું હતું. આ સાથે, તેઓ મરાઠી થિયેટરની દુનિયામાં પણ ખૂબ પ્રખ્યાત હતા. તેણે પોતાની કારકિર્દીમાં સેંકડો સ્ટેજ શો કર્યા. જયંતે 50 થી વધુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને અંબરનાથ મરાઠી ફિલ્મ ફેસ્ટિવલમાં જીવન ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જયંતના નિધન પર સોશિયલ મીડિયા પર અનેક સેલિબ્રિટી અને ફેન્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.