બૉલીવુડની લોકપ્રિય અભિનેત્રી પહોંચી ગાંડી ગીરની મોજ માણવા! ગાંડી ગીરમાં સિંહ દર્શનની શેર કરી આ ખાસ તસવીરો….જુઓ
જે સુખ માંના ખોળામાં છે એજ સુખ ગાંડી ગીરના ખોળે પ્રાપ્ત થાય છે, આખું જગત તમેં ફરી લો પણ સિંહ દર્શન કરવા તો તમારે ગાંડી ગીરમાં જ આવવું પડે. આપણે જાણીએ છે કે, ગુજરાતની ભૂમિ પર આવેલું ગીર નેશનલ પાર્ક એ સિંહોનું અંતિમ આશ્રયસ્થાન છે.
આ પાર્ક વિશ્વભરના પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. તાજેતરમાં, લોકપ્રિય અભિનેત્રી દિયા મિર્ઝા પોતાના પરિવાર સાથે ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી. દિયા મિર્ઝાએ ગીર નેશનલ પાર્કની મુલાકાતનો અદ્ભુત અનુભવસોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
દિયા મિર્ઝાએ ગીર નેશનલ પાર્કની મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરોમાં દિયા મિર્ઝા એ પોતાના દીકરા સાથે જિપ્સીની સફર માણી હતી અને સિંહોને નિહાળ્યા.
દિયા મિર્ઝાએ ગીર નેશનલ પાર્કની મુલાકાત વિશે લખ્યું હતું કે, ” કદાચ હું સિમ્બાની આવવાની રાહ જોતી હતી જેથી #ગીરનેશનલપાર્કનો જાદુ જોઈ શકું?” તેમણે વધુમાં લખ્યું હતું કે, “આ સંરક્ષણ ક્ષેત્રમાં વિતાવેલો દરેક ક્ષણ મને આનંદદાયક લાગ્યો. અહીં ઘણું બધું શોધવાનું બાકી છે. હું ટૂંક સમયમાં વધુ શેર કરીશ.”
દિયા મિર્ઝાએ ગીર નેશનલ પાર્કની મુલાકાત વિશે શેર કરેલો અનુભવ ખૂબ જ સુંદર છે. તેમની તસવીરો અને લખાણથી ગીર નેશનલ પાર્કની સુંદરતા અને સિંહોની શક્તિનો ખ્યાલ આવે છે.
ગીર નેશનલ પાર્ક એ ભારતનું એક મહત્વપૂર્ણ વન્યજીવન સંરક્ષણ ક્ષેત્ર છે. આ પાર્કને વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે. દિયા મિર્ઝાની ગીર નેશનલ પાર્કની મુલાકાત અને તેમનો અનુભવ આ પાર્કની પ્રસિદ્ધિમાં વધારો કરશે.ખરેખર આખું જગત તમે ફરી આવો પરંતુ તમને ગાંડી ગીર જેવી શાંતિ અને સિંહ દર્શનનો લ્હાવો નહીં મળે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.