બોરસદમાં એક નાની એવી બેદરકારીને લીધા 9 વર્ષના માસુમનો જીવ ગયો ! માસુમ સ્કૂલે જતો હતો ત્યાં ધોધમાર વરસાદ અને પછી….
હાલ આખા ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ ચાલી રહ્યો છે એવામાં હાલ અનેકે એવી ચોંકાવનારી દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે એવામાં બોરસદ શહેરમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ફક્ત 9 વર્ષના બાળકને એટલું કરુણ મૌત મળ્યું હતું કે જાણીને તમે પણ ભાવુક જ થઇ જશો.આ ઘટના ગઈકાલ એટલે કે સોમવારના રોજની છે.
તમને જણાવી દઈએ કે ગઈકાલના રોજ અચાનક જ બોરસદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું હતું કે બે કલાકની અંદરો અંદર જ પોણા બે ઇંચ વરસાદ વરસી જતા નદી નાળા છલોછલ ભરાય ગયા હતા એવામાં 9 વર્ષીય માસુમ ઘરે જમીને શાળાએ જય રહ્યો હતો ત્યારે તે પાણીના ધસમસતા પ્રવાહની અંદર તણાય ગયો હતો અને મૌતને ભેટી જતા સ્થાનિકોએ તંત્રનો વિરોધ કર્યો હતો અને ભારે આક્રોશ સાથે તમામ દોષનો ટોપલો પાલિકા પર ઠાલવ્યો હતો.
મૌતને ભેટનાર બાળક વિશે જાણવા મળ્યું છે કે શહેરના મદાર ચોક વિસ્તારમાં રેહા રિયાઝશા દીવાનનો 9 વર્ષીય દીકરો જે ધોરણ 4માં અભ્યાસ કરી રહ્યો હતો તે ઘરેથી જમીને શાળાએ જઈ રહ્યો હતો ત્યારે એકાએક જ ધોધમાર વરસાદ આવી પડ્યો હતો જેના કારણે આ માસુમ પાણીના વહેણમાં તણાયને કાંસમાં ખેંચાઈને લગભગ 200 મીટરની દુરીએ આવેલ નાળામાંથી મળી આવ્યો હતો જે બાદ તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો પરંતુ તેમ છતાં તે મૌતને ભેટી ગયો હતો.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો જયારે મૃતક માસૂમના પરિવારજનો પર તો જાને દુઃખનો પહાડો તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ બની હતી. મૃતકના દાદા એઆ સત્તારશા દીવાનેએ કહ્યું હતું કે જેવો અમારે અમારું બાળક ખોવાનો વારો આવ્યો છે તેવી જ રીતે બીજા કોઈને એવો વારો ના આવે તે માટે થઈને પાલિકા અહીં જાળી લગાવે. તેઓનું કેહવું છે કે સમગ્ર ગામનું પાણી આ કાંસ માંથી નીકળીને જાય છે આથી ઓછા વરસાદમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ વહેવા લાગે છે, આથી જ અગાઉ પણ પાલિકાને આ અંગે રજુઆત કરવામાં આવી હતી પરંતુ પાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું હતું નહીં.