અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બન્ને દ્વારા ચોમાસા ને લઈ ને મહત્વ ની આગાહી કરાઈ ! જાણો કઈ તારીખ થી મેઘરાજા…
ગુજરાત પરથી બીપોરજોય વાવાઝોડુંનું( biporjoy cyclone ) સંકટ ટળી ગયા બાદ હવે ખેડૂત પુત્રો પણ ચોમાસાના આગમની રાહ જોઈ રહ્યાં છે. આવતીકાલે જ્યારે અષાઢી બીજ છે, ત્યારે સૌ કોઈની નજર આભ તરફ હશે કારણ કે દર વરસે જગતનો નાથ જ્યારે ભક્તોના વ્હાલને પામવા નગરચર્યાએ નિકળે છે, ત્યારે વરસાદ રૂપી અમી છાંટણા કરે છે.
હાલમાં ગુજરાતમાં ચોમાસુ (Gujarat monsoon)ક્યારથી શરૂ થશે તે માટે હવામાન વિભાગે તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અમે આપને બંન્નેની આગાહી વિશે જણાવીએ કે, આખરે ગુજરાતમાં ક્યારથી ચોમાસુ શરૂ થઈ જશે. ગુજરાત હવામાન વિભાગ ખાતાના અધિકારીના જણાવ્યા પ્રમાણે આવતીકાલે અમદાવાદમાં છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે
તાપી, ડાંગ, ભરૂચ, સુરત તેમજ વડોદરામાં પડી શકે છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમનાં પવન ફૂંકાશે. અને તાપમાનમાં સામાન્ય વધારો થશે. ગુજરાતમાં હજુ ચોમાસા માટે રાહ જોવી પડશે કારણ કે હાલમાં દક્ષિણ ભારતમાં ચોમાસુ પહોંચ્યું છે. મુંબઈમાં ચોમાસુ શરૂ થયા બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે.
અંબાલાલની આગાહી (ambalalpatel) પણ સચોટ હોય છે, અત્યાર સુધીમાં અંબાલાલની આગાહીઓ ફોગટ નથી ગઈ. એક તરફ હવામાન વિભાગે એમ કહ્યું છે કે ગુજરાતને ચોમાસાની રાહ જોવી પડશે, જ્યારે અંબાલાલની આગાહી પ્રમાણે તા. 27 થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતના અતિભારે વરસાદ પડશે.
આ કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે ભારે વરસાદ થઈ શકે છે,બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે.ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની શક્યતા છે. વરસાદને લઈ જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે. જુલાઈમાં વરસાદઃ થવાથી ગુજરાતમાં પાણીની અછત પુરી થશે.