ચાર વર્ષ બાદ પટેલ યુવત યુવતી એ પ્રેમ લગ્ન કર્યા અને પછી પેટા જ્ઞાતી અલગ હોવાથી થયુ એવુ કે…
આ જગતમાં પ્રેમ એક એવો સંબંધ છે, જેમાં આવ્યા પછી જાણે લોકો બધું જ ભૂલી જતા હોય છે. પ્રેમ થયા પછી મોટેભાગના યુગલો પરિવારની સહમતી થી તો ભાગી ને લગ્ન કરી લેતા હોય છે. જ્યારે બે પ્રેમ કરવા વ્યક્તિનું મિલન થાય છે, ત્યારે તે રંગ રુપ કે જાતિ પણ નથી જોતા પરતું હાલમાં જ પ્રેમ લગ્નને લઈને એક ચોંકાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે.
સૂત્ર દ્વારા જાણવા મળેલ કે, ચાર વર્ષ બાદ પટેલ યુવક- યુવતી એ પ્રેમ લગ્ન કર્યા અને પછી પેટા જ્ઞાતી અલગ હોવાથી એવી ઘટના ઘટી ગઈ કે જે સોશિયલ મીડિયા અને ન્યૂઝ મીડિયા માટે બ્રેકીંગ ન્યૂઝ બની ગઈ છે. આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી મેળવીએ તો સાબરકાંઠામાં આ ઘટના બની છે. વાત જાણે એમ છે કે, પતિની પેટાજ્ઞાતિ અલગ હોવાથી તેને છોડીને જતી રહેલી પત્ની વિરુદ્ધ કોર્ટ આકરા પગલાં લીધા છે.
સમાચારનાં માધ્યમથી જાણવા મળ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટ આવેલ આ કેસમાં ચાર વર્ષ લાંબા પ્રેમસંબંધ બાદ સાબરકાંઠાની યુવતીએ પોતાના પ્રેમી સાથે લવમેરેજ કર્યા હતા. જોકે, લગ્નના માત્ર ચાર જ દિવસમાં યુવતી તેના પિયર ચાલી ગઈ હતી અને ક્યારેય પાછી નહોતી આવી. પત્ની પાછી ના આવતા આખરે તેના પતિએ કોર્ટમાં પત્નીની કસ્ટડી મેળવવા માટે અરજી કરવી પડી હતી.બિજી તરફ યુવતીએ કોર્ટમાં કહ્યું કે તે આ લગ્નસંબંધનો અંત લાવવા માગે છે. કારણ કે, તેનાં પતિ સામે કોઈ ફરિયાદ નથી, મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ કહ્યું .
છોકરી માબાપના કહ્યામાં બોલી રહી છે કારણ કે, ચાર વર્ષના પ્રેમસંબંધ બાદ થયેલા લગ્નનો ચાર જ દિવસમાં અંત કોણ કરી શકે! તેમજ યુવતીપોતાના પતિની પેટાજ્ઞાતિ અલગ હોવાથી તેની સાથે લગ્ન સંબંધ ચાલુ રાખવા ના ઈચ્છતી યુવતીને 10 હજાર રુપિયા પતિને વળતર તરીકે ચૂકવવાનો આદેશ કરતા કોર્ટે કર્યો. કોર્ટે કહ્યું હતું કે પતિ-પત્ની બંને પટેલ છે, પરંતુ તેમની પેટાજ્ઞાતિ અલગ હોવાથી તેમનું લગ્નજીવન ભંગાણના આરે પહોંચી ગયું છે , ખરેખર સમાજમાં આવા વિચારોનો અંત આવો જોઈએ અને વડીલોએ યુવાવર્ગને સમજાવું જોઈએ.