સુરતના હિતેશ રબારી નામના યુવાનનુ વિડીઓ બનાવતા સમયે મોત થયુ ! કાકરાપાર ડેમ પાસે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક અક્સ્માતના બનાવો બનતા હોય છે, ત્યારૅ હાલમાં જ એક યુવાનનું મુત્યુ એવી રીતે થયું, જે દરેક યુવાવર્ગના લોકો એ ખુબ જ ચોંકાવનાર અને સાવચેતીરૂપ સમાન છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,સુરત જિલ્લાના કામરેજના વેલંજા ગામે રેહતો 22 વર્ષીય યુવક કાકરાપાર ડેમ પર મિત્રો સાથે ફોટોગ્રાફી કરવા માટે ગયો હતો ત્યારે ડેમની પાળી પર ઉભેલા યુવકનો સેલ્ફી લેવા જતા સમયે પગ લપસતા ડેમમાં પડી ગયો હતો. આવી જ રીતે અનેક યુવાવર્ગના ફોન લીધે મુત્યુ થયા છે. ફોનમાં વિડીયો અને સેલ્ફીલેવામાં પોતાનો જીવ દાવ પર લગાવે છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે યુવાન પાણીના વહેણમાં ખેચાઈ ગયો હતો, જેની લાશ આજે મળી આવી હતી. 22 વર્ષીના દીકરાનું મોત થતા પરિવાર શોકમગ્ન બની ગયેલું. કોણ જાણે ક્યારે કાળ આવીને ઉભો રહી જાય કોઈ નથી જાણાતું.આ યુવાન વિષે વધુ માહિતી વધુ જાણીએ તો મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલમાં કામરેજના વેલંજા ગામે રહેતા હિતેશ રબારી મિત્ર કૃણાલ પટેલ તથા આકાશ વડદરા અને દિલીપકુમાર મેસરીયા તેમજ ચેતનભાઇ સાથે કાકરાપાર ડેમ જોવા ગયેલ અને કા કરાપાર ડેમ ઉપર મિત્રો ભેગા થઈ ફોટા પડાવતા હતા.આ દરમિયાન હિતેશ રબારી ડેમની પાળ પર ઉભા હતા ત્યારે પગ લપસી જતાં ડેમના પાણીમાં પડી ગયેલ. અ
પડી જતા તેમના લોકોએ બુમાબુમ કરેલ પરંતુ લોકો આવે તે પહેલા ડેમની ડાબા કાંઠાની નહેરના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા.આ ઘટનાની જાણ થતા જ ત્યારબાદ પોલીસના તળાવ તથા આજુબાજુમાં ભારે શોધખોળ કર્યા બાદ આજરોજ વાંકલા ગામની સીમમાં ટેકરી ફળિયામાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરના વહેણમાંથી હિતેશભાઈની લાશ મળી આવી હતી માંડવી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ખરેખર આ ઘટના દરેક લોકો માટે એ ચેતવણીરૂપ સમાન છે.
ક્યારેય પણ ફોન કે વિડીયોમાં મશગુલ ન થઈ જવાનું કે આ પ્રકારની ઘટના બને.કહેવાય છે ને કે, નજર ઘટી દુર્ઘટના ઘટી. આપણે જાણીએ છે કે, બે ઘડી ની મોજ લેવામાં આપણે ક્યારેક જીવ જોખમમાં મુકાઈ જાય છે. આ યુવાન પોતાનું જીવન ગુમાવી દીધું એ પણ પળભરમાં. તેને ક્યાં ખબર હતી કે આ ભાઈબંધો સાથે ફરવા જવાની અંતિમ ક્ષણ હશે. આવી જગ્યાઓમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.