Gujarat

ખોડિયાર માં વિશે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ અંતે બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ માંગી માફી!! માફી માંગતા કહ્યું “હું ક્ષમા માંગુ છું…

હનુમાનજીના અપમાન બાદ ખોડિયાર માતાજી વિષે વિવાદિત ટિપ્પણી કરેલ અને હાલમાં જ આ વાતને લઈને સ્વામીજીએ માંફી માંગી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિષે ના બોલવાનું બોલી ગયા હતા. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.

આ વિવાદના કારણે અનેક કલાકારો તેમજ સાધુ સંતો એપણ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ કારણે જ તાત્કાલિક જ બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોય તેમ ગાયબ થઈ ગયા છે. ભક્તોને અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું કરીને રૂમમાં ન આવવા આદેશ આપ્યો હતો. રૂમ આગળ જ સ્વલિખિત નોટિસ લગાવી દીધી છે.

બ્રહ્મસ્વરૂપ સ્વામી કંડાળી આશ્રમના ઘનશ્યામ સ્વામીના મોટા ચેલા છે. જેઓ ગુરુને છોડી વડતાલ ધામમાં આવીને વસ્યા છે. બ્રહ્મસ્વરૂપ સ્વામી પર ચારે બાજુથી ટીકાઓ વરસતા એકાંતવાસમાં ગાયબ થયા છે. આખરે સંકટ આવી જતા જ તેમને માંફી માગી લીધી છે, આ વિડીયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વિડીયોમાં તેમણે કહ્યું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. છતાં મારા શબ્દોથી કોઈને કેંસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દિલગીરી સાથે, હાથ જોડીને કરબદ્ધ ક્ષમા યાચના ચાહું છું. આ સાથે કહ્યું કે, ફરી વખત આનું પુનરાવર્તન નહી થાય તેની ખાતરી આપું છું. હવે આ વિવાદનો અંત કઈ રીતે આવે તે તો આગામી સમયમાં ખબર પડશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!