સાળંગપુર ભીંતચિત્ર વિવાદને લઈને બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ કહી આ વાત ! કહ્યું કે “હનુમાનજી પગે લાગ્યા એ એને તકલીફ લાગી, હવે ભક્તને….
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર સાળંગપુર ધામની ચર્ચાઓ થઈ રહી છે. ભીંતચિત્રોને લઈને સૌ કોઈ વિવાદ કરી રહ્યા છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ ભીંતચિત્રો નહીં હટાવવામાં આવે એ પ્રમાણેનાં નિવેદનો આવ્યા છે જેથી અનેક સનાતન ધર્મના સાધુ-સંતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એવામાં આવી તસવીરો તથા વિવાદ સોશિયલ મીડિયા તેમ જ મોટા મોટા સમાચાર પત્રો તેમ જ ચેનલોમાં આવતા હાલ લોકો પણ ખુબ રોષે ભરાયા છે અને આ ભીંતચિત્રો હટાવા અંગેની માંગ કરી રહ્યા છે, એવામાં આ વાત દરમિયાન આજ રોજ બેઠક બોલાવામાં આવી હતી તથા મોટા મોટા સંતો તેમજ સ્વામીનરાયણ સંપ્રદાયના મહંતો એકઠા થયા હતા અને આ અંગે વાતચીત કરી હતી.
એવામાં હાલ અનેક સંતો તથા મહંતોના આ વિવાદ અંગે પોતાના પોતાના નિવેદનો સામે આવી રહ્યા છે,ત્યાં સ્વામીનરાયણ સંતના આ એક સંતનું નિવેદન હાલ સામે આવ્યું છે જેમાં તેઓ આ વિવાદ અંગેનું પોતાનું નિવેદન જણાવી રહ્યા છે,”હનુમાનજી પગે લાગ્યા એ એને તકલીફ લાગી, હવે ભક્તને ભગવાન વેચે તોય વેચાય જાય તો પ્રણામ કરવાની ક્યાં વાત જ છે, તકલીફ તો એની એજ છે ને કે એને પગે કેમ લાગે ધર્મદાદાને હનુમાનજી એ જ પ્રોબ્લેમ છે, આતો ગોરખનાથના ગુરુને પણ પગે લાગે છે,અરે ભગવાન પગે લાગવાની ક્યાં વાત કરો છો.”
તેઓ આગળ જણાવે છે કે “શિખંડીઓ મહારાષ્ટ્રમાં એકનાથ મહારાજ થયા બોવ મહાન ભગત, તો એકનાથ મહારાજ એટલા મહાન ભગત કથાકાર હતા ભગવાન પોતે નોકરનું રૂપ ધારણ કરી સેવા કરવા આવ્યા,તેમને પૂછ્યું કે તમે કોણ છો તો તેણે કીધું હું શિખંડિયો હું અજાણ્યા પ્રદેશમાંથી છું મારે પગાર વગાર જોતો નથી બસ ખાવા પીવાને સુવા દેજો,શિખંડિયાએ 12 વર્ષો સુધી એકનાથ મહારાજની સેવા કરી, ઘરના વાસણ ઊટકે પગ ચંપી કરે નોકરને તો એવુ જ કરવાનું હોઈ તો ન્યાં એને પેટમાં નથી દુખતું એય એકનાથ મહારાજ ખોટું ભગવાન કાંઈ નોકર બનતા હશે ન્યાં વાંધો નથી હનુમાનજી પગે લાગે તો એ નઈ. ”
— Gujarati Akhbar (@TodayGUJARAT1) September 3, 2023