17 કલાક બોરવેલમાં 4 વર્ષનો ભાઈ ફસાયો છે, બહેન આખી રાત જાગીને લગાવતી રહી અવાજ ! પરંતુ અંતે….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, નાના બાળકનું ધ્યાન ખૂબ જ રાખવું પડે છે. અનેક વખત એવી ઘટનાઓ બંને છે જેમાં ક્યારેક લાપરવાહીનાં લીધે બાળકનો જીવ જોખમમાં મુકાઈ છે. અનેક વખત બોરવેલમાં બાળક પડી જવાની ઘટના બની છે જેમાં ઘણી વખત બાળક ને જીવ ગુમાવવાનો વારો આવે છે. હાલમાં જ એક ખૂબ જ દુઃખ ઘટના બની. માત્ર 4 વર્ષનો બાળક બોરવેલમાં પડી જતા તેની બેન આખી રાત ત્યાં બાજુમાં બેસીને પોતાના ભાઈને પુકારતી રહી.
ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ બાળક બોરવેલમાં કંઈ રીતે પડ્યો અને આ બાળક નો બોરવેલમાંથી બહાર નીકળ્યો કે નહીં તે જાણીએ. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,ગુરુવારે સાંજે અંદાજે ચાર વાગ્યે ચાર વર્ષીય બાળક રવિન્દ્ર બોરવેલમાં પડ્યો હતો. ત્યાં લક્ષ્મણરામ જાટના ખેતરમાં બોરવેલ બનાવવામાં આવ્યો હતો. ગુરુવારે તેમાંથી પાઈપ કાઢવાનું કામ શરૂ હતું. અંદાજે 400 ફૂટના બોરવેલને 350 ફૂટથી વધી ભરી દેવામાં આવ્યું હતું.
માત્ર 50 ફૂટ જ કામ બાકી હતું કે આ દરમિયાન જ પરિજન જમવા માટે ગયા હતા. પાછળથી ચાર વાગ્યે રવિન્દ્ર રમતા-રમતા ત્યાં પહોંચી ગયો હતો, જે બોરવેલના ખાડામાં પડી ગયો હતો 4 વર્ષીય માસુમ બાળક રવિન્દ્રને બચાવવા માટે 17 કલાકથી અભિયાન શરૂ રવિન્દ્રને બોરવેલમાંથી બહાર કાઢવા માટે બચાવ દળે એકસાથે અનેક પ્રયત્નો કર્યા હતા. પ્રથમ યોજના થોડાક અંતરેથી માટીને ખોદીને બોરવેલ સુધી એક રસ્તો બનાવીને માસૂમ બાળક સુધી પહોંચવાની રહી હતી. બીજી યોજના બોરવેલના નજીક તેના ઊંડાણ સુધી કૂવો ખોદીને સુરંગ બનાવીને રવિન્દ્રને બહાર કાઢવાની છે.
જેમાં ગ્રામીણોની મદદથી કૂવો અંદાજે 45 ફૂટ સુધી ખોદાઈ ગયો છે. તેમજ, આ દરમિયાન NDRFએ દોરડાની મદદથી પણ રવિન્દ્રને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.આ ઘટનામાં હદય સ્પર્શી વાત એ છે કે,12 વર્ષની બહેન સોનુની મહત્ત્વની ભૂમિકા રહી છે, જે રાતભર જાગીને બોરવેલમાં ફસાયેલા ભાઈને બુમો પાડીને તેણે વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો. ભાઈને સંકટમાં જોઇને સોનુ જમ્યા વગર તેને બચાવવાના પ્રયાસોમાં લાગી રહી, પણ બચાવ દળને અત્યાર સુધી સફળતા નથી મળી. આશા છે કે, ટૂંક સમયમાં જ બાળકને બોરવેલથી બહાર કાઢવામાં આવશે.