India

ફરી ચાલ્યુ મદ્રેસા પર બુલડોઝર ! તમામ પર આતંકીઓને ટ્રેનિંગ આપવાનો આરોપ લાગ્યો અને…

આસામમાં લગભગ 1000 ખાનગી મદરેસા છે, જેમાં લગભગ 1 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. ત્યારે આસામમાં હાલમાં જ ઈમામ અને મદરેસાના શિક્ષકો સહિત 37 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે આ આતંકી સંગઠનો અલકાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ અને અંસારુલ્લાહ બાંગલા ટીમ સાથે જોડાયેલાં છે. આ કારણે પ્રશાસને જાણવા મળ્યું હતું કે, મદરેસાનો ઉપયોગ આતંકી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે કરાતો હતો. જેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી.

સૂત્ર મુજબ જાણવા મળ્યું હતું કે, કબૈતરી પાર્ટ-4 ગામમાં બનેલા મરકાઝુલ મા-આરિફ કુઆરિયાના મદરેસાના વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈન્ય દળ પણ તૈનાત કરાયું હતું.
આ ઘટના અંગે એક વ્યક્તિ જણાવેલ કે, મદરેસા બનાવવામાં 20-30 વર્ષ લાગે છે, પરંતુ સરકાર એક દિવસમાં બુલડોઝર ફેરવીને તોડી રહી છે. રાજ્યમાં લાખો સ્કૂલ છે અને શું સ્કૂલમાં કોઈ વ્યક્તિ અપરાધી હશે, તો સ્કૂલને તોડી નાખવામાં આવશે?

મદરેસા તોડતા પહેલાં મંગળવારે રાત્રે 224 છાત્રોને બે માળની ઈમારત કાઢવામાં આવ્યા હતા. 30 ઓગસ્ટે ગોલપારા પોલીસે સર્ચ ઓપરેશન ચલાવીને ત્યાંથી અનેક મહત્વના દસ્તાવેજ જપ્ત કર્યા હતા. જેમાં ABT સાથે જોડાયેલો એક કાગળ અને AQISનો સંદિગ્ધ લોગો મળ્યો હતો.આસામના CM હેમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે મદરેસાઓને આતંકીઓના ટ્રેનિંગ હબ તરીકે ઉપયોગ કરાય છે. આ મદરેસામાં શિક્ષણની જગ્યાએ આતંકની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

તો 4 ઓગસ્ટે સારુલ્લાહ બાંગ્લા અને AQIS સંગઠનથી કનેક્શનના આરોપમાં પ્રશાસને પહેલી વખત કાર્યવાહી કરી હતી. પ્રશાસને તેના સંચાલક મુસ્તફાની પહેલા ધરપકડ કરી, પછી તેના અંગત મદરેસા પર બુલડોઝર ફેરવી દીધું હતું.મીડિયા રિપોટ્સ મુજબ સહાય બંધ થવાને કારણે રાજ્યમાં 2 વર્ષમાં લગભગ 800 મદરેસાઓ બંધ થઈ ગયા પણ 1000થી વધુ ખાનગી મદરેસા હજુ પણ ચાલી રહ્યાં છે. દરેક મદરેસા પર તપાસ કરી ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!