મહિલા સિટી બસમાં સોના-ચાંદીના દાગીનાનું બેગ ભૂલી ગઈ, અઢી લાખના દાગીના કંડક્ટર પરત કરી માણસાઈ દેખાડી.
આજના સમયમાં ઇમાદાર માણસો મળવા ખૂબ જ જરૂરી છે. આજે જમાનો એવો થઈ ગયો છે, જ્યારે લોકોને રસ્તામાંથી 10 રૂપિયા મળે છે તો તે પણ પોતાના ખિસ્સામાં નાખતા નથી અચકાતા ત્યારે હાલમાં જ એક સરહાનીય ઘટના બની જેમાં વડોદરા શહેરના સીટી બસના કંડકટર દ્વારા એક મહિલાના અઢી લાખના સોના ચાંદીના દાગીના ભરેલ બેગ મહિકાલાને પરત કરી. હવે વિચાર કરો જો કોઈ બીજા વ્યક્તિ ને મળી હોત તો તેની ઇમાદારી આ કંડક્ટર જેવી હોય એવી જરૂરી નથી.
વિચાર કરો કે તમને એક બેગમાં જો સોનાનો પોચો, સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, ચાંદીનો કમર પટ્ટો અને ચાંદીના પગના ઝાંઝર મળી જાય તો તમે શું કરશો? એક વ્યક્તિ એ એવું કામ કર્યું કે આ બેગને જે મૂળ માલિક હતું એને પરત કર્યું જેથી પોતાના દાગીના પરત મળતા મહિલાની આંખોમાં આંસુઓ આવી ગયા હતા અને કંડક્ટર, ડ્રાઇવર અને મેનેજરનો આભાર માન્યો હતો.
વાત જાણે એમ છે કે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,
વડોદરા શહેરની વિનાયક સિટી બસમાં ફરજ બજાવતા કંડક્ટરને 15 ઓગસ્ટના રોજ સાંજે વાઘોડિયાથી વડોદરા તરફ આવવા માટે નીકળી હતી. જેમાં ગોરજ ગામમાં રહેતા 25 વર્ષીય ગ્રીષ્માબેન દિનેશભાઇ પરમાર તેમના સસરા સાથે બેઠા હતા. શ્રીમંત નાં પ્રસાગમાં જતા હતા. વડોદરા સિટી બસ સ્ટેન્ડ પર ઉતર્યાં હતા સોના-ચાંદીના દાગીના ભરેલી પર્સ બસમાં જ ભૂલી ગયા હતા. બસમાં બીનવારસી હાલતમાં પડેલુ પર્સ કંડક્ટરે જોયુ હતું
જ્યારે આ પર્સ કંડક્ટર પ્રવીણભાઇ મોહનભાઇ મીના અને ડ્રાઇવર રહેમત ખાન પઠાણે મળીને સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાને આપ્યું હતું. મેનેજરે પર્સ ખોલીને જોતા તેમાં સોના-ચાંદીના દાગીના હતા. જેથી પર્સને સાચવીને મેનેજરે પર્સ લોકરમાં મૂકી દીધુ હતું. બનાવ એવો બન્યો કે, બીજા દિવસે સવારે મહિલા તેમની બહેન અને બનેવીને લઇને વડોદરા સિટી બસ સ્ટેન્ડ ખાતે આવ્યા હતા. જ્યાં સિટી બસના મેનેજરે ખરાઇ કર્યાં બાદ અઢી લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના ભરેલુ પર્સ મહિલાને પરત કર્યું હતું.