બિઝનેસ પાંચ કલાકમાં યુવતી બની ગયો ?? જાણો શુ છે પરંપરા અને તસવીરો જોઈ વિચાર મા પડી જશો.
જોધપુર શહેરમાં 55 વર્ષથી ફાગડ ઘુડલા મેળાનું આયોજન કરવામાં આવે છે. શોભાયાત્રામાં 50થી વધુ પ્રકારની ઝાંખીઓનો સમાવેશ થાય છે અને એક યુવક જે યુવતી બનીને પોતાના માથા પર લોટિયા ને ચાલે છે. આ તહેવારને મહિલાઓની મુક્તિ તરીકે ઊજવવામાં આવે છે. જેની પાછળ મુગલોના એક સૂબેદાર ઘુડલે ખાન સાથે જોડાયેલી એક કહાની છે.
નિખિલ વ્યવસાયે પર્ફ્યુમનો બિઝનેસમેન છે. તેને 4 વર્ષ પહેલાં પણ આ તક મળી હતી, પરંતુ ત્યારે તેણે સંકોચના કારણે ના પાડી દીધી હતી. પરંતુ, યુવકને યુવતી બનાવવાની પરંપરા પાછળ ઘણા દિવસોની મહેનત હોય છે. અને, આ વખતે MBA પાસ 29 વર્ષના બિઝનેસમેન નિખિલ ગાંધીની પસંદગી કરવામાં આવી હતી.
નિખિલ ગાંધીને દુલ્હન જેવો બનાવવામાં આવ્યો હતો. તેને લગભગ 5 કલાકનો સમય લાગ્યો અને તે પછી તે લગભગ 10 વાગે મેળામાં પહોંચ્યો હતો. આ મેળામાં જતા પહેલાં નિખિલ પ્રોફેશનલ બ્યુટિશિયન દ્વારા તૈયાર થયો હતો.ખરેખરમાં, ફગડા ઘુડલા મેળામાં દર વર્ષે એક યુવકને યુવતીની જેવો શૃંગાર કરાવવા માટે પસંદગી કરવામાં આવે છે. અને, આ વખતે નિખિલની પસંદગી કરાઈ છે.
ફગડા ઘુડલાના મેળામાં મહિલા તરીકે ઊભેલા યુવકે પોતાને શણગારીને ઊંચા ઘુડલા સાથે ચાલવું પડે છે. આ માટે શહેરની અંદરની વસાહતોમાંથી યુવકો પાસેથી ફોટા માંગવામાં આવે છે. આ પછી, શ્રેષ્ઠ ફોટાના આધારે, ફગડા ઘુડલા સમિતિ યુવકને મહિલા બનવા માટે પસંદ કરે છે.આ વખતે પણ 100થી વધુ ફોટા આવ્યા હતા. તેમાંથી એકને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે અને પસંદગી કરવામાં આવે છે. એટલું જ નહીં આ પસંદગી પછી, તેમને ઊંચા ઘુડલા લઈને ચાલવાની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે.
જોધપુર શહેરના સરદારપુરા સ્થિત એક પાર્લરમાં મેકઅપ આર્ટિસ્ટ નિખિલને તૈયાર કરે છે. નિખિલનો દુલ્હનની જેમ શૃંગાર જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.આ મેળામાં યુવતી બનનાર પુરુષને 3 કિલો વજનના સોનાનાં ઘરેણાં પહેરાવવામાં આવે છે. નિખિલ પણ આટલાં બધાં આભૂષણોથી સજ્જ હતો. દાગીના પહેરીને સજ્જ નિખિલ સમગ્ર મેળામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.
આ ઉત્સવ દરમિયાન ઘુડલો ઘૂમે લા જી ઘૂમેલાં ગીત ગવાય છે… એટલે કે ઘુડલા ઘૂમતા જ રહેશે. આ નાનો ઘડો કે માટલી, વાસ્તવમાં વર્ષો પહેલાં માર્યા ગયેલા મુઘલ સૂબેદાર ઘુડલે ખાનનું કપાયેલા માથાનું પ્રતીક માનવામાં આવે છે. તેની હત્યા કરીને મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી, તેથી દર વર્ષે તેના કપાયેલા માથાને લઈને ફરવાની પરંપરા છે.