બુટલેગરો મા ફફડાટ ! ઈનામી વોન્ટેડ બુટલેગર ઝડપાયો ને સ્ટેટ મોનિટરીંગ સેલ ની ટીમે ઝડપી લીધો.. જાણો વિગતવાર
એક તરફ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં દારૂની હેરાફરીને લઈને ખાસ કડક પગલાઓ લેવાશે પરંતુ હાલમાં જ એક ખાસ ખબર સામે આવી છે. ચૂંટણી પહેલા જ વિજિલન્સએ એક ઈનામી વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો. વોન્ટેડ બુટલેગર પિન્ટુ બારડોલી વર્ષ 2019 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો અને ગુનેગાર વિરુદ્ધ 25 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના મોટા ગજાના કહેવાતા બુટલેગરને સ્ટેટ્સ ઝડપી પાડ્યો છે. પીન્ટુ બારડોલીના નામથી જાણીતો બુટલેગર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટો દારૂનો સપ્લાયર હોવાનું માનવામાં આવે છે. તેની સામે આ સમગ્ર પ્રકરણમાં પોલીસે હાલ પીન્ટુ બારડોલીને પકડીને તેની આખી કનેક્શન શોધવા માટેના પ્રયાસો હાથ ધાર્યા છે. ચૂંટણી દરમિયાન પીન્ટુ બારડોલી ક્યાંય દારૂ સપ્લાય કરવાનું હતું કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
બુટલેગર કઈ રીતે ઝડપાયો તે અંગે જાણીએ તો, ચારેક વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ એવો આ પીન્ટુ બારડોલી સ્થાનિક પોલીસને હાથ તાળી આપતો હતો પરંતુ સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે બારડોલીના બાલાજી કોમ્પલેક્ષમાં આવેલી એક મેડિકલ સ્ટોરમાં પીન્ટુ ઉર્ફે પીન્ટુ બારડોલી આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી અને કુખ્યાત બુટલેગર પીન્ટુ બારડોલી આવતા પોલીસે તેને દબોચી લીધો હતો.
જ્યમાં દારૂની રેલમછેલના થાય તે માટે રાજ્ય પોલીસ વડા દ્વારા પણ સ્ટેટ મોનીટરીગ સેલ વિભાગને ખાસ સૂચનાઓ આપવામાં આવેલી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રાજ્યના વોન્ટેડ બુટલેગરોનું એક ખાસ લિસ્ટ તૈયાર કર્યું છે જેમાં પીન્ટુ ઉર્ફે પીન્ટુ બારડોલીનું પણ નામ હતું. આજે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજા અન્ય નાના-મોટા બુટલેગરો પર પણ ગાળીયો કસાઈ શકે છે.