વધુ એક મોટા માથા નો બુટલેગર ઝડપાયો ! ટકાવરી પર ચાલતો હતો ધંધો અને કર્યા એવા ખુલાસા કે જાણી હોશ ઉડી જશે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કુખ્યાત બુટેલેગરોને પકડી પાડવામાં આવ્યા છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડનાર આશુ અગ્રવાલને મહેસાણા એલસીબી ટીમે થોડા દિવસ અગાઉ દબોચી લીધો હતો. તમને જાણીને આશ્ચય થશે કે, ગુજરાત રાજ્યના વિદેશી દારૂ ઘૂસાડવા બુટલેગરો 5થી લઇ 50 ટકાની ભાગીદારમાં સપ્લાય કરતા હતા તેમજ બીજા અન્ય ચોંકાવનાર ખુલાસાઓ સામે આવ્યા છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ બુટેલગર કોણ છે.આ કેસની તપાસ મહેસાણા એલસીબી ટીમ કરી રહી હતી.
એલ.સી.બી સાથે ઝડપી આવેલ કુખ્યાત બુટલેગર આંસુ છે.
આંસુ પોતના મળતીયનો સાથે ટકાવારી ગોઠવી ગુજરાતમાં દારૂ ઘુસાડતો હતો.આશુ ને ઝડપીને પોલીસે તપાસ માટે આશુના રિમાન્ડ પણ માગ્યા હતા અને જેમાં આંસુ એ કબૂલ કર્યું કે, ગોપાલસિંગ નામની કંપની બનાવી વિનોદ સિંધી 50 ટકા, સુનિલ દરજી 20 ટકા, આનંદ પાલ સિંહ ઉર્ફ દીક્ષા 15 ટકા, આશુ અગ્રવાલ 10 ટકા અને લક્ષમણ 5 ટકા ભાગીદારમાં હરિયાણા, ચંદીઘઢ થતા રાજસ્થાનથી ગુજરાતમાં સપ્લાય કરતા હતા.
બુટલેગર આશુને ઝડપયા બાદ બુટલેગર ગુજરાતમાં બનાવટી દારૂ ઘૂસાડવા ખોટા નામથી વાહનો રજીસ્ટ્રેશન કરાવી તેના પર ખોટી નંબર પ્લેટો લગાવી અન્ય રાજ્યના ડ્રાઇવરને ટીપ આપી અલગ અલગ ડ્રાઈવર મોકલી ગુજરાતમાં બનાવટી દારૂ ઘુસાડતા હતા. બુટલેગર આશુ અને તેના ભાગીદાર ભેગા મળી મહેસાણા જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન 1 કરોડ 76 લાખ 25 હજાર 801ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો.
પોલીસથી બચવા ટેકનોલોજીનો ઉપયોગ કરી ડોંગલ તેમજ વાઈફાઈ દ્વારા યુકે, આફ્રિકા, દુબઇ જેવા દેશોના મોબાઈલ નંબરથી વોટ્સએપ મારફતે એક બીજા સાથે દારૂ સપ્લાય અંગે વાત કરતા અને ખોટા નામ અને નમ્બરથી અલગ અલગ આંગડિયા પેઢીમાં હવાલા મારફતે પૈસાની આપ લે કરતા. ત્યારે હાલમાં પોલીસે આશુ અગ્રવાલના બે એકાઉન્ટ સીઝ કરી આ બુટલેગર ટોળકીએ વસાવેલી મિલકત બાબતે તપાસ કરવામાં આવી રહી છે.