પોતાને કલકીનો અવતાર કહેતા રમેશચંદ્ર ફેફર ફરી આવ્યા મેદાને ! બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે કીધુ કે તે તો દ્રોણ….
હાલમાં ચારોતરફ માત્ર ને માત્ર ધીરેન્દ્ર શાસ્ત્રીજીની જ ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે તેમનો દિવ્ય દરબાર લગાવવાનું નક્કી થયું બસ ત્યારથી જ અનેક લોકો વિવાદ કરવા લાગ્યાં હતાં. ઘણા લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન ધર્મના રક્ષક માને છે તો ઘણા એવા લોકો પણ છે કે જે ધીરેન્દ્ર શાસ્ત્રીને ઢોંગી ગણે છે. હાલમાં જ એક ચોંકાવનારું નિવેદન આવ્યું છે.
પોતાને કલકીનો અવતાર કહેતા રમેશચંદ્ર ફેફર ફરી મેદાને આવ્યાં.
તેમણે મીડિયાના માધ્યમથી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી વિશે એવું ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે ચારો તરફ ચકચાર મચી ગયો છે અને ખાસ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીજીના ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આપણે જાણીએ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને બજરંગબલીની આજ્ઞા આવે છે, જેથી તેઓ સૌ કાર્ય કરે છે.
રમેશ ફેફર તો ખુદને જ ભગવાન એટલે કે કલ્કી અવતાર ગણાવે છે. મીડિયા સમક્ષ કહ્યું છે કે એમને મા જગદંબાનો આદેશ આવ્યો છે કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘ધીરેન્દ્રશાસ્ત્રી દ્રોણનો અવતાર છે. ગુરુ દ્રૌણ વખતે તેણે તપસ્યા કરેલી છે અને તે ભગવાનના વિરોધમાં હતો. તે દુર્યોધનના પક્ષે હતો અને સવાપાંચ હજાર વર્ષ નર્કમાં હતો. દ્રોણનો અવતાર ઢોંગી જ હોય.’
હાલમાં આ નિવેદન ચર્ચામાં આવ્યું છે. રમેશ ફેકર અનેકવાર ચોંકાવનાર નિવેદનોને કારણે ચર્ચામાં આવી ચૂક્યાં છે, ત્યારે હાલમાં તેમણે ધીરેન્દ્રશાસ્ત્રીજી વિશે આવું આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટમાં પણ યોજાશે અને આ દિવ્ય દરબારના આયોજન માટે તાડામાર તૈયારીઓ ચાલી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.