કેન્સરથી જીવવાની હિમ્મત હારી ગયો હતો, છરી લઇને હાથની નસ કાપવા ગયો ત્યાં દીકરીએ મને રોકી લીધો…
આજના સમયમાં વ્યક્તિ પોતાના જીવનમાં આવેલ મુશકેલીઓની સામે લડવાને બદલે પોતાનું જીવન ટૂંકાવી દેવાનું વધુ પસંદ કરે છે. ખરેખર આજનાં સમયમાં અનેક સામાન્ય વ્યક્તિ થી લઈને સેલિબ્રિટી લોકો પણ પોતાનું જીવન ટૂંકાવવા આત્મ હત્યા કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. આજે અમે આપને એક એવા જ કલાકારના જીવન વિશે વાત કરીશું જેનેપોતાના જીવનને ટૂંકાવવા પોતાના હાથની નસ કાપવા તૈયાર થઈ ગયો હતો.
ચાલો અમે આપને આ કલાકાર નાં જીવનની આ કરુણ દાયક ઘટના વિશે જાણીએ. હાલમાં જ જાણવા મળ્યું છે કે, આત્મહત્યા કરવા તરફ વળી ચૂકેલા કોરિયોગ્રાફર ઇરફાન ઘાંચીએ કેન્સરને માત આપી જીવનને નવી દિશા આપી છે. આ ઘટના પહેલા તેમને જીવ ને મોતને વ્હારે વ્હાલું કરવા તૈયાર થઈ ગયા હતાં. આ ઘટના વિશે વિગતવાર જાણીએ તો જાણવા મળ્યું હતું કે. જીવવાની કોઇ આશા દેખાતી ન હોય ત્યારે હતાશ થઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. ઇરફાન ઘાંચીને આવું જ કરવા તૈયાર થય હતો.38 વર્ષના ઇરફાન ઘાંચી મણિનગરમાં રહે છે.
તે 18 વર્ષની મહેનતથી શહેરના કોરિયોગ્રાફરોમાં નામના મેળવી એક આગવી ઓળખ ઊભી કરી છે. સારું કમાનાર, ત્રણ સંતાનના પિતા ઇરફાન પરિવાર સાથે સરસ મજાની લાઇફ જીવતા હતા. સુખ ક્યારેય સ્થાઇ નથી એમ ઇરફાનના જીવનમાં અચાનક દુઃખ આવ્યું. તેને જીભનું કેન્સર ડિટેક્ટ થયું.ડિસેમ્બર 2019માં મને કેન્સર થતા ડૉકરટરે કહ્યું કે 3 મહિના થી વધારે નહીં જીવી શકે અને આજ કારણે પોતાના જીવનના બધા સપના ત્યારે જ રોડાઈ ગયા.
પરિવારના લોકોએ હિમ્મત આપી અને બીજા ડૉક્ટરેને ત્યાં સારવાર શરૂ કરવામાં આવી.બે ઓપરેશન થયાં. ત્રણ કિમોથેરાપી અને 30 શેકને કારણે મારી સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઇ ગઇ હતી. શરીર સાવ હાડપિંજર જેવું થઈ ગયું અને આવી પીડાદાયક જિંદગી જીવવા કરતાં મરવાનું મેં પસંદ કર્યું અને ચપ્પુ લઇ હાથની નસ કાપવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે મારી 11 વર્ષની દીકરી મને જોઇ ગઇ. તેણે છરી પકડી લીધી, દીકરીને છરી વાગી જતાં હાથમાંથી લોહી વહેવા લાગ્યું. દીકરીએ મને બચાવી લીધો. પત્નીએ તથા પરિવારે મને સમજાવ્યો અને મેં ક્યારેય આત્મહત્યા નહીં કરવાનું નક્કી કર્યું. ફ્રેન્ડર્સ, ફેન્સ, પરિવાર અને નાના ભાઇએ કેન્સરની સારવારમાં મને આથક મદદ કરી.
એક વર્ષથી કંઇ ખાધું નથી ફક્ત દૂધ ઉપર જ છું. મોં ખૂલતું નથી, બોલવામાં તકલીફ પડે છે. હજુ રિક્વરી આવતાં એક વર્ષ થશે. રિકવરી આવી જશે પછી મારું કોરિયોગ્રાફરનું કામ શરૂ કરીશ. મને પહેલાં કરતાં સારું છે એટલે લૉકડાઉન પછી નોકરી કરવાનું શરૂ કર્યું છે અને ખરેખર જીવન ટૂંકાવી દેવાથી આપણી પીડા જતી રહે છે પણ પરંતુ પરિવારને આજીવન પીડા ભોગવવી પડે છે.ખરેખર આ વાત ખૂબ જ સમજવા જેવી છે કારણ કે આજના સમયમાં લોકો પોતાના જીવન ને સુખી રીતે જીવવા માગે છે અને દુઃખ માંથી કોઈને પસાર થવું જ નથી પણ દૂખ નો સામનો હસતા મુખે કરો તો પછી સુખ નું આગમન હોય છે.