પોતાના સાથીદારોનો જીવ બચાવા કેપ્ટ્ન અંશુમન સિંહે પોતાનો જીવ આપી દીધો!! લગનને ફક્ત 6 માસ થયા હતા ત્યાં જ..પેહલી નજરે થયો હતો પ્રેમ
દર વર્ષે રાષ્ટ્રીપતી ભવન ખાતે આપણા જવાનોનું સન્નમાન કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના બહાદુર જવાનોને સર્વોચ્ચ સૈન્ય પુરસ્કારોથી સન્માનિત કર્યા, આ સન્માન સમારોહમાં શહીદ સૈનિક કેપ્ટન અંશુમાન સિંહનું નામ પણ સામેલ છે, જેઓ યુપીના દેવરિયાના રહેવાસી છે. કેપ્ટન અંશુમાન સિંહને રાષ્ટ્રપતિ દ્વારા મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના પરિવાર માટે દુઃખ અને ગૌરવની ઘડી છે. આ સન્માનમાં તેનો દીકરો હયાત નથી.
જેથી કેપ્ટન અંશુમાન સિંહની માતા અને પત્નીને આ સન્માન મળ્યું. પરંતુ આ દરમિયાન શહીદની પત્નીના ચહેરાના હાવભાવ હોલમાં હાજર દરેકની આંખો ભીની કરી રહ્યા હતા. શહીદ અંશુમનની પત્ની સ્મૃતિ અને માતા કીર્તિ ચક્ર મેળવતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો અમે આપને આ બન્નેની પ્રેમ કહાની વિષે જણાવીએ.
પોતાના શહીદ પતિને યાદ કરતા કેપ્ટન અંશુમનની પત્ની સ્મૃતિએ કહ્યું, ‘અમે બંને કોલેજના પહેલા દિવસે એકબીજાને મળ્યા હતા. અમે બંને એ જ દિવસે પ્રેમમાં પડ્યા. થોડા મહિના પછી, અંશુમનની આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજમાં પસંદગી થઈ. તેને એન્જિનિયરિંગ કોલેજમાં પણ તેની પસંદગી થઈ હતી. અમે માત્ર 1 મહિના માટે મળ્યા. આ પછી અમારા બંને વચ્ચે 8 વર્ષ સુધી સંબંધ રહ્યો. ત્યારબાદ 10 ફેબ્રુઆરીએ અમારા લગ્ન થયા. અંશુમન લગ્નના 2 મહિના પછી જ સિયાચીન ગ્લેશિયરમાં પોસ્ટ થઈ ગયો.
શહીદ કેપ્ટન અંશુમનની પત્ની સ્મૃતિ ભાવનાત્મક રીતે તે ક્ષણને યાદ કરે છે જ્યારે તેને તેના પતિની શહાદત વિશે જાણ થઈ. તે કહે છે કે, 18 જુલાઈએ અમે બંને ફોન પર લાંબા સમય સુધી વાત કરી. આ સમય દરમિયાન, અમે બંનેએ અમારાથી આગળના 50 વર્ષનાં ભવિષ્ય વિશે ઘણી વાતો કરી. ઘર, પરિવાર અને બાળકો વિશે આયોજન કર્યું. બીજા દિવસે સવારે એટલે કે 19મી જુલાઈના રોજ હું જાગ્યો કે તરત જ મને ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે અંશુમન હવે આ દુનિયામાં નથી.
મને હજુ પણ ક્યારેક આશ્ચર્ય થાય છે કે શું આ બધું ખરેખર બન્યું છે. હવે મારા હાથમાં કીર્તિ ચક્ર છે. આ બધું સાચું છે. અંશુમને ઘણા સૈનિકોના જીવ બચાવ્યા, તે ખરેખર એક હીરો હતો.કીર્તિ ચક્ર એ ભારતનો બીજો સર્વોચ્ચ શાંતિ સમયનો વીરતા પુરસ્કાર છે. અહીં શાંતિના સમયનો અર્થ એ છે કે જ્યારે કોઈ યુદ્ધ ચાલતું ન હોય તેવા સમયે એક સૈનિક શહીદ થાય છે. ઉદાહરણ તરીકે, કેપ્ટન અંશુમાન સિંહ આગની મોટી ઘટનાને રોકવા માટે પોતાના જીવની પરવા કર્યા વિના આગળ વધી ગયા હતા. તેણે ઘણા લોકોના જીવ પણ બચાવ્યા પરંતુ તે પોતે આ અકસ્માતમાં શહીદ થયા.