500 ફુટ ઉપર કાર નીચે ખાબકી અને કાર નો કુચડો વળી ગયો જયારે ત્રણ લોકો ના મોત થયા
છેલ્લા બે મહિનામાં હિમાચલ પ્રદેશ મા પહાડો ધસી પડવાની ઘટનાઓ બે થી ત્રણ વખત બની જે જેમા ઘણા લોકો ના જીવ પણ ગયા છે અને પહાડો પર અવાર નવાર અકસ્માતો ના બનાવ પણ બને છે ત્યારે વધુ એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે જેમાં 500 મીટર ઉપરથી કાર બેકાબુ થઈ ને નીચે રમકડા ની જેમ પડી હતી અને ત્રણ લોકો ના મોત જયારે એક મહિલા લાપતા થઈ ગઈ હતી.
જાણવા મળતી વિગતો અનુસાર મંગળવારે દંપતી કૃષ્ણ કુમાર (ઉ.વ 36) અને તેની પત્ની (ઉ.વ 33) અને દિકરી રવિના (ઉ.વ 18) ટોપરી બજાર થી ચુલા તરફ તેના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર અંનીયંત્રીત થઈ હતી. પહાડ પર થી 500 મીટર નીચે ખાબકી હતી. અને કાર નો કુચડો વળી ગયો હતો.
આ ઘટના રિકોન્ગપિઓ. કિન્નૌર જિલ્લાના યૂલા સંપર્ક રોડ પર બસ સ્ટેન્ડની નજીક ખાબકી હતી. દુર્ઘટનામાં પતિ-પત્ની અને દીકરીનું મોત થયું છે. જ્યારે કારમાં લિફ્ટ લેનારી મહિલાનો ગુમ છે. પોલીસે ખૂબ જ મહેનત બાદ ખીણથી આગળ ડેમ સાઇટથી લાશોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે છોલ્ટૂ હોસ્પિટલ મોકલી આપી. પોલીસ સ્ટેશન ટાપરીના કર્મચારીઓએ કેસ નોંધીને દુર્ઘટનાના કારણોની તપાસ શરુ કરી દીધી છે.
કાર નદીમાં ખાબકી હોવાની જાણ થતાં જ ડીએસપી ભાવાનગર રાજૂની આગેવાનીમાં ટાપરી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કિરણ કુમારી, એએસઆઇ પ્રીતમ, એએસઆઈ રામલાલ અને જિલ્લા પોલીસ સ્પેશલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.