ઉત્તરાખંડમાં એક સાથે ચાર ગુજરાતીઓને કાળ આંબી ગયો ! હરિદ્વારથી કેદારનાથ જતા હતા ત્યાં ભૂસ્ખલન પાંચના મૌત…
ગુજરાત રાજ્યમાં હજી કાલે જ એક ખુબ દુઃખના સમાચાર સામે આવ્યા હતા કારણ કે અમદાવાદના હાઇવે પરથી એક સાથે 10 લોકોના જીવ જતા આખા રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જેને પગલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પણ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને આપણા દેશના પ્રધાનમંત્રી શ્રીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી. હજી મૃતકોના પરિવારજનોના આંખો માંથી આંસુ સુકાયા નથી ત્યાં ગુજરાત માટે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
હાલ એક મોટી ખબર સામે આવતા જાણવા મળ્યું છે કે ઉત્તરાખંડના હરિદ્વારથી કેદારનાથ જતા માર્ગ પર ભુસખ્લન થતા સ્વીફ્ટ ડિઝાયર કાર દબાઈ ગઈ હતી જેને પગલે એક જ સાથે 5 લાખોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા જેમાં મહત્વના સમાચાર તો એમ સામે આવ્યા છે કે આ પાંચ લોકો માંથી 4 લોકોતો ગુજરાતના જ હતા. હાલ તમામના મૃતદેહ મળી આવતા ભારે અફરા તફરી મચી જવા પામી હતી, દિવ્યભાસ્કરના એહવાલ મુજબ જાણવા મળેલ છે કે આ મૃતક 4 શ્રદ્ધાળુઓમાં 3 લોકો અમદાવાદના રેહવાસી હતા જયારે એક મહેમદાબાદનો રહેવાસી હતો.
ઘટનાની જાણ થતાની સાથે જ SDRFની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી પરંતુ ધોધમાર વરસાદ વરસવાને લીધે આ બચાવકાર્યમાં ઘણો મોટો વાંધો પડવા પામ્યો હતો, એવામાં હવામાન ચોખ્ખું થયું તે બાદ જ આ ચાર મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં મૃતકોની યાદી તૈયાર થઇ હતી જેમાં ગુજરાતના જીગર આર મોદી,મહેશ દેસાઈ, દિવ્યેશ પારેખ તથા મનીષકુમાર નામના કુલ ચાર ગુજરાતી તેમ જ હરિદ્વારના મિન્ટુ કુમારના નિધનની ખબર હાલ સામે આવી છે.
કોર્પોરેટર તથા રોડ એન્ડ બિલ્ડીંગ ડેપ્યુટી કમિટી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે ઇસનપુર વોર્ડના ઘોડાસર વિસ્તારના 3 રહેવાસી જયારે એક મહેમદાબાદના યુવકનું મૃત્યુ થયું હતું,એવામાં ધારાસભ્ય અમુલ ભટ્ટ સાથે વાત કરીને પોસ્ટમોર્ટમ બાદ આ તમામ ગુજરાતીના મૃતદેહોને ગુજરાત ખાતે લાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડથી હરિદ્વાર જવાના રસ્તા પર ફાટા વિસ્તારની અંદર આ ભુસખ્લનની ઘટના બની હતી જેમાં હરિદ્વારના મૂળ જીગર મોદી સહિતના ગુજરાતના ચાર લોકો દટાતા તેઓ મૌતને પામી ગયા હતા.ભગવાન તમામ મૃતકોની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.