Religious

ચાણક્ય કહ્યું છે કે, આ ચાર કાર્યો કર્યા પછી સ્નાન કરવું આવશ્ય નહીં તો દુર્ભાગ્યથશે.

કહેવાય છે ને કે, આપણા હિન્દૂ રીતિ રિવાજ મુજબ કેટલાક એવા નીતિ નિયમો હોય છે જે આપણે જરૂર કરવા જોઈએ તેમજ જો તેને આપણે નાં કરીએ તો આપણે જીવન ભર પછતાવવાનો વારો આવે છે. ત્યારે આજે આપણે જાણીશું કે કયા એવા કામ કરવા પછી નાહવા જવું ખૂબ જ જરૂરી છે અને જો આ કામ કરીને તમે નાહવા જશો નહીં તો તમારે અનેકગણું દુઃખ ભોગવવું પડશે.

સૌથી ખાસ વાત એ કે, જ્યારે તમે કોઈની અંતિમ સંસ્કારની વિધિમાં ગયા હોય ત્યાડે તમારે અવશ્ય સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ જ ઘરના પગ મુકવો જોઈએ કારણ કે નાહ્યા વગર ઘરમાં પ્રવેશ  કરવો અશુભ ગણાય છે.સ્મશાનના વાતાવરણમાં ઘણા પ્રકારના જીવાણુઓ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ જીવાણુઓ સ્મશાનગૃહમાં જતા સમયે આપણા વાળ અને કપડા પર ચોંટી જાય છે, જો તે સાફ ન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી, ઘરે આવ્યા પછી નહાવાનું શ્રેષ્ઠ છે.

સમાગમ પછી નાહવું ખૂબ જ આવશ્ય છે ખાસ કરીને સ્ત્રીઓએ નાહવું જ જોઈએ અને પુરુષ પણ નહાવું જોઈએ કારણ કે ત્યારે આપણે અસ્શુદ્ધ થઈ જઈએ છીએ અને એ દરમિયાન આપણે કોઈ કાર્ય કરવા માટે સક્ષમ રહેતા નથી.તંદુરસ્ત શરીર અને ચમકતી ત્વચા માટે તે જરૂરી છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત આખા શરીરમાં તેલની માલિશ કરવી જોઈએ. તેલની માલિશ કર્યા પછી, શરીરની ફોલિકલ્સ ખુલે છે અને અંદરની બહારની બને છે. તેથી, મસાજ કર્યા પછી તરત જ સ્નાન કરવું જોઈએ.

તેલની માલિશ કર્યા પછી સ્નાન કર્યા વિના બહાર જવું અશુભ માનવામાં આવે છે.હજામત પછી પણ વ્યક્તિએ તરત જ સ્નાન કરવું જોઈએ. વાળ કાપ્યા પછી નાના વાળ આખા શરીરમાં વળગી રહે છે, જે સ્નાન કર્યા પછી જ શરીરમાંથી સાફ થઈ શકે છે. તેથી, આ કાર્ય પછી તરત જ સ્નાન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!