ચારણ-આહીર વિવાદ વધુ ઘેરાયો!! માઁ સોનલના અને ચારણ સમાજનું આપનાર કરનાર વ્યક્તિ પર રોષે ભરાયા, જાણો શું બોલ્યા રાજભા ગઢવી…
હાલમાં સોશિયલ મીડિયા પર ચારણ અને આહીર સમાજ વચ્ચે જે વિવાદ સર્જાયો છે તે અંગે ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. ચારણ સમાજના અનેક મહાનુભાવો અમે કલાકારોએ પણ સામે આવીને પોતાનું નિવેદન આપ્યું છે. ચારણ સમાજ વિશે જે અપમાન કરવામાં આવ્યું તે ખૂબ જ દુઃખદ વાત છે. એક વ્યક્તિના લીધે આહીર સમાજ અને ચારણ ના વરસો સુધીના સંબંધોમાં આંચ પહોંચી છે.
ગુજરાતના લોકપ્રિય લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી પણ આ અપમાન વિશે પોતાનો મંતવ્ય જણાવેલ અને સાથોસાથ આહીર સમાજનાં વડીલોને પણ ખાસ વિનંતી કરી છે. રાજભા ગઢવી વિસ્તૃત પૂર્વક પોતાના મનની વાત કરી છે, એ તમામ વાતો તમે નીચે આપેલ વિડીયો માધ્યમથી જાણી શકશો, અમે આપને ટુંકમાં જણાવીએ કે રાજ ભા ગઢવી શું વાત કરી છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ બનાવ અંગે જાણીએ તો હાલમાં જ તળાજા ખાતે આયોજિત સમૂહ લગ્નમાં આહીર સમાજના એક ગીગભાઈ નામના વ્યક્તિ દ્વારા ચારણતત્વ અને આઈ તેમજ સોનલ માં વિશે અપમાન જનક વાતો કરેલ. આ કારણે ચારણ સમાજ રોષે ભરાયું છે અને કાયદાકીય રીતે ન્યાયની માંગણી કરી છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં માટે સોશિયલ મીડિયા પર આ વાત ચર્ચાઈ રહી છે.
રાજભા ગઢવી એ આપેલ નિવેદન અંગે આપને ટુંકમાં જણાવીએ કે, રાજ ગઢવી એ કહ્યું કે ચારણ તત્વ અને સોનબાઇ માતાજીનું અપમાન કરનાર વ્યક્તિને પહેલા ચારણ સમાજ વિશે જાણવું જોઈએ. ના ખબર હોય તો જાહેરમાં આવું ન બોલાય બીજી એક વાત કરતા તેમણે એવી પણ વાત કરી કે કોઈ સમાજનો એક માણસ કોઈ ખરાબ બોલે તો સમાજના અગ્રણીઓ અને તમામ સમજદાર લોકોને આ સમયે કંઈ ન બોલ્યા. રાજભા ગઢવી એ કહ્યું કે, આહીર સમાજના વડીલોને જે તે વ્યક્તિએ કરેલી ભૂલનો અહેસાસ કરાવે અને માફી માંગે. હાલમાં તો ચારણ સમાજમાં તમામ વ્યક્તિ એ આ ઘટના અંગે કાયદાકિય રીતે જ ન્યાય લેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.