Entertainment

ચેતી જજો!યુવકે શાકાહારી ભોજન ઓર્ડર કર્યું તોનીકળ્યો મરેલો ઉંદર, યુવકની હાલત એવી થઈ કે…જાણો પૂરી વાત

બહારનો ખોરાક ખાતા પહેલા સો વાર વિચાર કરજો. રસ્તાઓની લારી હોય કે મોટી મોટી રેસ્ટોરન્ટ તો પણ ચેતી જજો કારણ કે હાલમાં જ પ્રયાગરાજથી મુંબઈ આવેલ એક વ્યક્તિ બાર્બેક્યુ નેશનમાંથી વેજ મીલ બોક્સ ઓર્ડર કર્યું તેમાંથી એક મૃત ઉંદર નીકળ્યો. આ જોઇને વ્યક્તિની હાલત થઈ એવી કે જાણીને તમે પણ ચોંકી જશો.

આ બનાવ અંગે વ્યકિત એ ટ્વીટ કરીને જણાવ્યું કે, મિત્રો, આજે હું તમારી સાથે એક ચોંકાવનાર ઘટના શેર કરવા માંગુ છું. રાજીવ શુક્લા નામના પ્રયાગરાજના રહેવાસીએ 8મી જાન્યુઆરી, 2024ની રાત્રે મુંબઈના વર્લી સ્થિત બાર્બેક્યુ નેશન આઉટલેટમાંથી વેજ મીલ બોક્સ ઓર્ડર કર્યું હતું. પરંતુ, જ્યારે તેમણે બોક્સ ખોલ્યું ત્યારે તેમને તેમાં એક મૃત ઉંદર મળ્યું.

તમને જણાવી દઈએ કે, આ ઘટનાથી રાજીવ શુક્લાને ભારે આઘાત લાગ્યો અને તેમની તબિયત બગડી. તેમને 75 કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લગભગ 10 દિવસ થઈ ગયા છે પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

રાજીવ શુક્લાએ મુંબઈના નાગપડા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની ફરિયાદ નોંધવામાં આવી નથી. આ ઘટના ખૂબ જ ગંભીર છે અને તે ખાદ્ય સલામતીના સંબંધમાં ચિંતા વ્યક્ત કરે છે. આ ઘટનાથી રાજીવ શુક્લાની માનસિક અને શારીરિક સ્થિતિ પર ખરાબ અસર થઈ છે. આ ઘટના સામે કડક કાર્યવાહી માંગ ઉઠાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!