Gujarat

વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! 8 વર્ષના બાળક નુ ચોકલેટ ના લીધે મોત થયું..જાણો વિગતે

હાલના સમયમાં દેશ અને દુનિયામાં ખૂબ જ ચોક આવનારી ઘટનાઓ સામે આવી રહી છે જ્યારે નાની એવી બાબત પણ ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે ત્યારે નાના બાળકોની ખાસ સાવચેતી લેવી જરૂરી છે તાજેતરમાં જે કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બાળકીને વાળ ખાવાની આદતને લીધે પેટમાં વાળની ગાંઠ થઈ ગઈ હતી જ્યારે ફરી એક ચોકાવનરો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક માસુમ બાળકનું ચોકલેટ ખાવાની લીધે મોત થયું છે.

જો ઘટના અંગે વિગતવાર વાત કરવામાં આવે તો આ ઘટના તેલંગાનામાં બની છે. જ્યાં કંધનસિંહ નામના એક વ્યક્તિએ અમેરિકાથી પોતાના બાળક માટે એક ખાસ ચોકલેટ લાવ્યા હતા જે પોતાના બાળક સંદીપ એ ખાધી હતી ચોકલેટ ખાધા બાદ સંદીપના ગળામાં ચોકલેટ ફસાઈ ગઈ હતી જ્યારે તકલીફ વધતા સંદીપની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સંદીપનું સારવાર દરમિયાન મોતની થયું હતુ.

ઘટના અંગે પોલીસે જણાવ્યું હતુ કે ધોરણ બે ભણતો સંદીપ ઘરે થી ચોકલેટ લઈ ને શાળા એ ગયો હતો. જયારે ચોકલેટ ખાધા બાધ સંદીપ ને શ્વાસ લેવામા તકલીફ પડવા લાગી હતી જ્યારે આ વાત ની જાણ ટીચર ને થતા તેણે તાત્કાલિક પ્રિન્સપાલ ને જાણ કરી હતી અને સંદીપ ને હોસ્પિટલ એ ખસેડવા મા આવ્યો હતો જ્યારે સારવાર દરમિયાન મોત થયું હતુ અને ડોક્ટરે જણાવ્યુ હતુ કે સંદીપ નો શ્વાસ અટકવાને લીધે મોત થયું છે.

આ ઘટના મા વધુ મા જાણવા મળેલ કે સંદીપ ના પિતા કંધનસિંહ થોડા દીવસ પહેલા જ ઓસ્ટ્રેલિયા ગયા હતા અને ત્યાથી તેવો પોતાના બાળકો માટે ચોકલેટસ લાવયા હતા જેમા થી સંદીપ આ ચોકલેટ શાળા એ લઈને ગયો હતો જ્યારે ચોકલેટ ખાધા બાદ સંદીપ નુ મોત થતા પુરા પરિવાર મા માતમ છવાયા હતો અને માતા નુ હૈયાફાટ રુદન થી સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!