India

ટ્રેન દુર્ઘટના પર બાગેશ્વરબાબા નું ચોંકાવનારુ નિવેદન ! કીધુ કે થવાનું જ છે તેમા કોઈ…

ભારતમાં જે ટ્રિપલ અકસ્માત થયો છે, તેમાં અનેક પરિવારોએ પોતાના સભ્યો ગુમાવ્યાં છે. આ દુઃખની વેદનાની કલ્પના ના થઇ શકે. ખરેખર આ ઘટના ભારત માટે અત્યંત દુઃખદ છે. આ બનાવ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને ઇજાગ્રસ્ત વ્યક્તિનો ખબર અંતર પૂછેલ તેમજ મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવી હતી. આ દુઃખદાયી ઘટના અંગે દરેક સંતો, મહંતો, રાજનેતા અને કલાકારો સહિત સામાન્ય જનતાએ પણ શોક વ્યક્ત કર્યો છે.

આ ટ્રેન દુર્ઘટના પર બાગેશ્વરબાબા નું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. બાબા એ આ દુર્ઘટના અંગે એવી વાત કે સાંભળીને તમે પણ આશ્ચર્ય પામી જશો. ચાલો અમે આપને આ નિવેદન વિશે વિગતવાર જણાવીએ કે આખરે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ ટ્રેન દુર્ઘટના અંગે શું નિવેદન આપ્યું છે.ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ પોતાના દિવ્ય દરબારમાં મૃતકોની આત્મની શાંતિ માટે 2 મિનિટનું મૌન પડાવ્યું હતું.

આ જ દિવ્ય દરબારમાં એક પત્રકારે પૂછ્યું હતું કે શું તમારી શક્તિ કોઈ મોટી ઘટના સૂચવવામાં સક્ષમ છે? પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હામાં જવાબ આપ્યો અને કહ્યું કે હા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે જાણી શકાય છે પરંતુ તેને ટાળી નથી શકાતી. ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે મહાભારત થશે પરંતુ તેને ટાળી ન શક્યા.જ્યાં સુધી પવનની ગતિ છે ત્યાં સુધી શક્તિ સંકેતો આપી શકે છે. હું રાષ્ટ્રના હિત માટે અરજી કરતો રહીએ છીએ.

ભલે તે આતંકવાદી હુમલો હોય, પછી ભલે તે કોઈ ગુપ્ત બાબત હોય..હું મારી શક્તિનો ઉપયોગ કરીશ. ઘણા વૈજ્ઞાનિકો, ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ ગુપ્ત રીતે આપણી પાસે આવે છે. કહેવાય છે ને કે માંગ્યા વિના તો માં પણ નથી આપતી. જ્યારે એક બાળક રડતું નથી ત્યાં સુધી માં પણ પેટ ભરાવી શકતી નથી. જ્યાં સુધી કોઈ પાસે ન આવે ત્યાં સુધી તો હું પણ કોઈ સંકેત ના આપી શકું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!