ચોટીલાના ડુંગરે રોજ રાત્રે સિંહ આવે છે? મંદિરના પૂજારીએ આ રહસ્યને ઉજાગર કર્યું, જુઓ ખાસ વિડીયો….
વિશ્વમાં માત્ર એક ચોટીલા જ એવું ધામ છે, જ્યાં ચામુંડામાં બે મુખે પૂજાય છે. કહેવાય છે કે ચામુંડા માતા દુર્ગા સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે. ચોટીલા ડુંગર ચામુંડા માનું પ્રાગટય સ્થાન છે, જેથી મા ચોટીલાના ડુંગરે હાજરા હજુર છે.
ચોટીલાના ડુંગર ( Chotila Dungar )સાથે એક સૌથી મોટું રહસ્ય રહેલું છે. કહેવાય છે કે ચામુંડા માતાનું વાહન સિંહ છે. આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે. એટલા માટે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઇ રહેતું નથી. ખૂદ પૂજારી પણ ડુંગરી ઊતરી નીચે આવી જાય છે. માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઇ રહેતું નથી. માતાની રક્ષા કરવા સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે. એવું પણ લોકો દ્વારા સાંભળવા મળ્યું છે.
આ લોક વાયકા પ્રમાણે મંદિરના ( Temple) પૂજારી એ ઇન્ટરવ્યુમાં મંદિરના આ રહસ્યને ઉજાગર કહેતા કહ્યું છે કે આખરે મંદિરમાં રાત્રિ રોકાણ શા માટે થયું. ઇન્સ્ટાગ્રામ પેજ પર ગુજરાત દર્શનમાં ચોટીલાનો ઇતિહાસ ( Temple history )અંગેનો એક શોર્ટ ઇન્ટરવ્યુ પોસ્ટ કરવામાં આવેલ છે. આ વીડિયોમાં મંદિરના પૂજારી દ્વારા ચોટીલાના ઇતિહાસની વાત કરી છે.
મંદિરના પૂજારી એ કહ્યું કે, માતાજીનો પહેલેથી જ આદેશ છે કે મંદિરમાં કોઈ રાત્રે રોકાણ કરી શકતું નથી અમે મંદિરના પૂજારી પરિવાર પણ રાત્રે રોકાણ નથી કરી શકતા. માત્ર આસો મહિનાની નવરાત્રી દરમિયાન માતાજીએ રાત્રી રોકાણની (Night out permission) પરવાનગી આપી છે.
પ્રાચીન સમયમાં ચોટીલા ચોટગઢ કહેવાતું હતું. તે મૂળ સોઢા પરમારોના શાસન હેઠળ હતું પરંતુ જગસીયો પરમારના શાસન સમયે તે ખાચર કાઠીઓના હાથમાં આવ્યું અને તે તેમનું એક મુખ્ય મથક બન્યું. આજના સમયમાં ચોટીલા પવિત્ર યાત્રાધામ (Yataradham)છે. લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.