સિટી સ્કેન મશીનમાં ગયેલો માસૂમ બાળક જ્યારે બહાર નીકળ્યો તો મુત્યુ પામ્યો હતો, પરીવાર દીકરો ગુમાવતા…
હાલમાં જ એક દુઃખ ઘટના બની જેના લીધે પરિવાર જનોમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું હતું. એક નાનો એવો હસતો રમતો બાળક ખુશી થી સીટી સ્કેનની અંદર ગયેલો અને અચનાક જ્યારે તે બહાર આવ્યો ત્યારે મૃત અવસ્થામાં મળ્યો.ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.ઉત્તર પ્રદેશના આગ્રામા આવેલ સિટી સેન્ટરમાં શુક્રવારે સાંજે સાડા ત્રણ વર્ષને દિવ્યાંશે સિટી સ્કેન દરમિયાન જીવ ગુમાવ્યો છે. આ દિવ્યાંશ છત પરથી પડી ગયો હતો. માતા પિતા સિટી સ્કેન કરાવવા માટે એને સિટી સ્કેન સેન્ટરમાં લઈ ગયા હતા.
દિવ્યાંગ હસતા મોઢે સિટી સ્કેન કરાવવા માટે રાજી થઈ ગયો હતો. પણ જ્યારે બહાર આવ્યો ત્યારે એનો મૃતદેહ પડ્યો હતો. તેમના પરિવારે સપનામાં નહિ વિચાર્યું હોય કે તેમનો દિકરો ગુમાવવો પડશે આ ઘટનાનીપરિવારના લોકોએ સેન્ટરમાં હંગામો મચાવ્યો હતો. આ ઘટના બની એની ગણતરીની મિનિટમાં કર્મચારીઓ અને સ્ટાફ સેન્ટર છોડીને નાસી ગયો હતો. આ મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પોલીસ ટીમ ઘટના સ્થળની તપાસ શરૂ કરી દીધી હતી.
પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું ખસેડ્યો છે. પરિવારના લોકોએ એવો આરોપ મૂક્યો છે કે, બાળકને ખોટું ઈન્જેક્શન લગાવ્યું એટલે બાળકનું મોત નીપજ્યું છે. મોડી રાત્રે ડૉક્ટર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ અધિકારી રાજીવ કુમારે જણાવ્યું કે ધનૌલીના રહેવાસી વિનોદકુમારનો દીકરો દિવ્યાંશ છત પરથી પડી ગયો હતો. એને ગંભીર ઈજા થઈ હતી. સાંજે પાંચ વાગ્યા આસપાસ નામનેર સ્થિતિ હોસ્પિટલમાં એને લઈ જવાયો હતો. પરિવારના લોકોએ આરોપ મૂક્યો કે, ડૉક્ટરે સાંજે એને સિટી સ્કેન માટે મોકલ્યો હતો. સુભાષ પાર્ક પાસે આવેલા ડૉ. નીરજ અગ્રવાલના સેન્ટરમાં બાળકને લઈ જવાયો.
જ્યાં દિવ્યાંશને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. પછી અચાનક એની તબિયત બગડી હતી. પછી બાળકને પરત કરી દેવામાં આવ્યો પણ ત્યારે બાળક મૃત અવસ્થામાં હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતકના કાકા યોગેશ કુમારે ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ કરી છે. બેદરકારી બદલ બાળકનું મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. ખરેખર આ એક ખૂબ જ દુઃખ ઘટના બની છે. નાના બાળકની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના. એક તબીબની લાપરવાહી નાં લીધે બાળક ગુમાવનાર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે.