India

કલેક્ટર ના ડ્રાઈવર નિવૃત થતા છેલ્લા દિવસે એવી ગીફ્ટ આપી કે ચારે કોર કલેક્ટર ની વાહવાહી થઈ ગઈ ! જાણો પુરી ઘટના

આ જગતમાં માનવતા એ મોટો ધર્મ છે! તમે કોઈને પ્રેમ આપો તો તમને અવશ્ય સામે લાગણીઓ અને પ્રેમ મળે છે.હાલમાં જ એક સામાન્ય ડ્રાઈવર તરીકે નોકરી કરનાર વ્યક્તિનો જ્યારે નિવૃત્તિ નો સમય આવ્યો ત્યારે તેમના કલેકટર તેણે એવી રીતે વિદાય આપી કે, સૌ કોઈ કલેકટર સાહેબ નાં વખાણ કરી રહ્યા છે. ખરેખર જ્યારે તમે આખી હકીકત જાણશો તો જાતે જ ગર્વ અનુભવશો. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આખરે એવું તે શું કાર્ય કર્યું છે.

તમે અત્યાર સુધી અનેક નિવૃતીનાં કાર્યક્રમમાં ગયા હશો પરતું ક્યારેય આવો કાર્યક્રમ નહિ નિહાળ્યો હોય. હાલમાં જ સોશિયલ મીડિયામાં આ ઘટના ખૂબ જ ચર્ચા નો વિષય બની છે. કેહવાય છે ને કે કોઈપણ વસ્તુનું અભિમાન નહિ પણ સ્વંભિમાન હોવી જરૂરી છે. ઊંચા હોદ્દા પર આવ્યા પછી નીચા પદે રહેનાર વ્યક્તિ ને સમાનતા થી જોવું જોઈએ.

હાલમાં જ બન્યું એવું કે, અકોલા – મહારાષ્ટ્રમાં શ્રી દીગંબર નામના કર્મચારીનો નિવૃત્તીનો દિવસ હતો. ૩૫ વરસની નોકરીમાંથી વિદાય લીધી. તેઓ કોઈ ઊંચા પદ પર ન હતા પરંતુ સરકારી ડ્રાઇવર હતા. જીલ્લા કલેક્ટરના ડ્રાઇવર તરીકે તેમનને નોકરીના છેલ્લા દિવસ.હતો અને આ દિવસે એમને એમના જીવનની અમુલ્ય ભેટ મળી. અને એ ભેટ આપનાર અન્ય કોઇ નહી પણ જીલ્લા કલેક્ટર શ્રી શ્રીકાંત હતા.

જ્યારે ખબર પડી કે આજે તેમનો છેલ્લો દિવસ છે, ત્યારે
હેલી સવારે કારને શણગારી ખુદ ડ્રાઈવ કરીને દીગંબરના ક્વાર્ટર્સમાં પહોંચી ગયા આ જોઈને દીગંબર આશ્ચર્ય અને આઘાત સાથે ઘર બહાર જોઈ રહ્યા. કલેક્ટર સાહેબે દીગંબરને કારમાં બેસવા નિમંત્રણ આપ્યું. પણ ડ્રાઇવર સીટ પર નહી, પાછળની સીટ પર કે જ્યાં કલેક્ટર સાહેબ ખુદ બેસતા હોય ત્યાં બેસવાનું કહ્યું.

આ સાંભળી ને તેઓ ચોકિત થઈ ગયા.ખરેખર જેને જીવન ભર કેલકટર ને બેસાડી ગાડી ચલાવવી એને આજે કલેકટર પોતે ડ્રાઈવર બનીને તેને તેડવા આવ્યા.ત્યારે આનાથી રૂડો અવસર શું હોય શકે? દીગંબર હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો, કે સાહેબ આપબેસો, હું ચલાવી લઈશ. પણ શ્રીકાંત એકદમ મક્કમ હતા. પરતું કલેકતે માનભેર પાછલી સીટ પર બેસાડી ઓફીસ તરફ કાર ચલાવવા લાગ્યા.

દીગંબરની ૩૫ વરસની નોકરીમાં ૧૮ કલેક્ટરને એમણે સેવાઓઆપી હતી, પણ આ પ્રકારનો અનુભવ એના જીવનમાં પ્રથમવખત હતો. કારની પાછલી સીટમાં બેસીને ઓફીસ જવાનો.ખરેખર કલેકટર સાહેબ શ્રીની ઉદરાતા અને માનવતા નાં સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!