ગુજરાતમાં આવીને તાંઝાનિયાનો યુવક ગરબાના રંગે રંગાયો! ” ગોતીલો – ગોતીલો ” પર કર્યો જોરદાર ડાન્સ! જુઓ વિડિયો
બૉલીવુડ અને ગુજરાતી ગીતોનું લિપસિંક કરનાર કિલી પોલ હાલમાં ગુજરાતનો મહેમાન બન્યો હતો. આપને જણાવી દઈએ કે કિલી પોલ અને નીમા નામના આ આફ્રિકન ભાઈ-બહેનના સોશિયલ મીડિયા પર ગીતોનું લિપસિંક કરે છે, ઇન્સ્ટાગ્રામ (Instagram)પર કિલી_પોલ નામના એકાઉન્ટ પર તેમના લાખો ચાહકો પણ છે. અમદાવાદમાં એક પ્રાઇવેટ ઇવેંટમાં ખાસ હાજરી આપી હતી.
આપણે જાણીએ છે કે, કિલી પોલ હાલમાં સોશિયલ મીડિયા પર ફેમસ છે અને તેમના લાખો લોકો ચાહક છે. ગુજરાતમાં પણ તેની ખુબ જ લોકપ્રિયતા છે અને આ જ કારણે અમદાવાદમાં આયોજીય એક વેડિંગમાં કિલી પોલને પ્રાઇવેટ ઇવેન્ટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી કિલી પોલ ભારતના ગુજરાત દેશના સૌ પ્રથમવાર મહેમાન બન્યો અને ગુજરાતી રંગે રંગાઈ ગયો.
હાલમાં જ કિલી પોલ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકશો કે કિલી પોલએ આદિત્ય ગઢવીનું ગોતીલો સોંગ પર તેને ખૂબ જ સુંદર ડાન્સ કર્યો છે. આ વિડીયોમાં તે નવદંપતી સાથે જોવા મળ્યો છે, જેમના લગ્નમાં ગેસ્ટ તરીકે હાજરી આપી છે. ખરેખર કીલી પોલની લોકપ્રિયતા ખૂબ જ વધુ છે અને લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે.
આ પહેલા પણ ભારતીય દુતાવાસ દ્વારા કિલી પોલનું સન્માન કરવામાં આવેલ અને સૌથી ખાસ વાત એ છે કે. કિલી પોલ એ આપણી ભાષા સમજતો ન હોવા છતાં પણ દરેક ગીતો સાથે તેનું લિપસિંક એકદમ પરફેક્ટ હોય છે. આ જ કારણે લોકોમાં તેમની આટલી લોકપ્રિયતા છે. આજે જ્યારે તેઓ અમદાબાદના મહેમાન બન્યા છે, ત્યારે સૌ ચાહકોમાં પણ ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે.