કોરોનાકાળમાં પુત્ર ગુમાવનાર માતા-પિતાએ કન્યાદાન કરી પુત્રવધૂને સાસરે વળાવી, 15 લાખની FD પણ કરાવી
આપણે ત્યાં કહેવાય છે ને કે દીકરી જ્યારે પરણીને એકવાર પોતાના સાસરે ચાલી જાય પછી તેના માટે પિયર પારકું બની જાય છે. જીવનના અંત સુધી સાસરું જ એનું સર્વસ્વ હોય છે. સાસરિયાંવાળા પોતાની પુત્ર વધુને દીકરી સમાન જ ગણે છે. ત્યારે આજના સમયમાં એક પરિવારે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે જે સૌ કોઈ માટે પ્રેરણાદાયક છે. ત્યારે આજે અમે આપને જણાવીશું આ પરિવાર વિશે જેને પોતાની વ્હાલસોયી પુત્રવધુને દીકરી બનાવીને પરણાવી.
હાલમાં આ વાત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાત જાણે એમ છે કે,મોરબીના શનાળામાં માળિયા, મોરબી ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિના આગેવાનોની હાજરીમાં યોજાયેલા આ અનોખા લગ્ન યોજાયા.જેમાં એક યુવતીના લગ્ન વિધિમાં દીકરીના માતાપિતા,સાસુ સસરા તેમજ સામે પક્ષમાંથી પણ યુવકના અગાઉના સાસુ-સસરાએ પણ હાલ દીકરીના માતાપિતા બનીને કન્યાદાન કર્યું હતું. ખરેખર આવું ભાગ્યે જ બનતું હોય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લગ્નમાં એક નહીં પણકન્યાદાન વખતે એક બે નહી પણ 4 પરિવાર જોડાયા હતા. ખુદ સસરાએ જ પુત્રવધૂના પિતા બની વિધિની જવાબદારી લીધી. પુત્રવધૂ અને પૌત્રીના સુરક્ષિત ભવિષ્ય માટે મોટી રૂ 15 લાખ જેટલી રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે આપી હતી. સામાન્ય રીતે આ લગ્ન દીકરીના માવતર કરાવતા હોય છે. સાસુ સસરા માતા પિતા બનીને પુત્રવધૂના લગ્ન કરાવે તેવી ઘટના જવલ્લે જ બનતી હોય છે.
નરભેરામભાઈ ગોવિંદભાઈ ફૂલતરીયાના પુત્ર નીપુલભાઈનું કોરોનાના કારણે અવસાન થતા પુત્રવધૂ ચંદ્રિકાબેન નાની ઉમરમાં જ વિધવા બન્યા હતા.પુત્રના મોતના દુ:ખની સાથે પરિવારને પુત્રવધુ અને માત્ર દોઢ વર્ષની પૌત્રીની ભવિષ્યની પણ ચિંતા રહેતી હતી અને આજ કારણે દીકરીના ફરીથી લગ્ન કરાવવામાં આવ્યા જેથી આ ઘટના એ એક ઉત્તમ પ્રેરણા આપી છે.