કોરોના વેકસીન ના બુસ્ટર ડોઝ વિશે WHO એ જણાવ્યું કે..
હાલ સમગ્ર વિશ્વ મા કોરોના ની ત્રીજી લહેર પહેલા કોરોના વેકસીન નુ અભિયાન ચાલી રહ્યુ છે અને દરેક દેશ પોતાના નાગરીકો વેકસીન લગાવવા માટે એડી ચોટી નુ જોર લગાવા મા આવી રહ્યુ છે.આ પ્રયત્નોની વચ્ચે, કોરાના વાયરસના બદલાતા વેરિએન્ટથી વિશ્વભરના વૈજ્ઞાનિકોની ચિંતા વધી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ પહેલાથી જ કહ્યું છે કે કોરોના વાયરસનું બદલાતુ વેરિએન્ટ વૃદ્ધો અને બિમાર લોકો માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે WHO એ કહ્યું છે કે આવા લોકોને આવનારા કેટલાક વર્ષો માટે બૂસ્ટર ડોઝ લેવાની જરૂર છે. ગાવી ની મળેલી બેઠક મા આ મુદ્દા ઓ પર ખાસ વાત કરવામા આવી હતી.
જો કોરોના ના બુસ્ટર ડોઝ ની વાત કરવામા આવે તો રસી ઉત્પાદકો મોડર્ના ઇંક અને ફાઇઝર ઇન્ક સહિત ઘણા રસી ઉત્પાદકો બૂસ્ટર ડોઝની જરૂરિયાત વિશે પહેલાથી જ જણાવી ચૂક્યા છે.
આ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંગઠને કોરોનાના બદલાતા વેરિએન્ટ અને તેના ભય વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને દર વર્ષે બૂસ્ટર ડોઝ લેવાની જરૂરિયાત પર વાત કરી હતી.