પોલીસ કમિશ્નરશ્રીને ફોન કરીને દંપતીએ બ્લેક ફંગસનાં ડરથી કરી આત્મહત્યા! મુત્યુ પહેલા સમાજને આપ્યો કરુણ સંદેશ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ આપણે સૌ કોઈ કોરોનાની ભયંકર સ્થતિ માંથી બહાર નીકળ્યા છીએ.
ત્યારે હાલમાં જ એક દંપતી એ પોતાનું જીવન બ્લેક ફંગસ ના કારણે ટૂંકાવી દિધુ. ખરેખર આ એક ખૂબ જ દુઃખ વાત કહેવાય. જીવનમાં તો અનેક દુઃખો આવે છે પરંતુ તે પરિસ્થિતિઓનો સામનો કરવો જોઈએ ન કે આત્મ હત્યા. અને તેમને જાણીને નવાઈ લાગશે કે, આ દંપતીએ કમિશ્નર શ્રીને ફોન કરીને જણાવ્યું કે અમે આત્મહત્યા કરી રહ્યા છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કર્ણાટકમા પતિ-પત્ની બંને કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા અને તેમને બ્લેક ફંગસ નો ડર હતો આ કારણે પોતાનું જીવન ટૂંકાવાનું વિચાર્યું હતું. જાણવા મળ્યું કે સ્યુસાઇડ નોટમાં પતિ-પત્ની લખ્યું કે મારી પત્ની સુગરની દર્દી છે કોરોના વાયરસથી સંક્રમિત સુગરના દર્દી પણ બ્લેક ફંગસથી સંક્રમિત થશે અને પોતાના અંગોને ગુમાવી દેશે એટલે અમે આત્મહત્યા કરી રહ્યા છીએ.
બંને મેંગ્લોરના બેકમ્પાદ્યોના એક અપાર્ટમેન્ટમાં રહેતા હતા. રમેશની પત્ની ગુના સુવર્ણા સુગરથી પીડિત હતી. આત્મહત્યા પહેલા પતિ-પત્ની શહેર પોલીસના કમિશનર એન શશી કુમારને એક ઓડિયો મેસેજ પણ મોકલ્યો હતો. આ ઓડિયો મેસેજમાં દંપત્તિએ કહ્યું કે બ્લેક ફંગસને લઈને તેઓ ડરી ગયા છે એટલે જીવન નો અંત લાવાનું નક્કી કર્યું છે.પપલીસ કમિશ્નર શ્રીએ મીડિયા ગ્રૂપના માધ્યમથી દંપત્તિને શોધવા અને તેમનો જીવ બચાવવાની બાબતે મદદ કરવાનો અનુરોધ પણ કર્યો. આ દરમિયાન પોલીસ અપાર્ટમેન્ટમાં પહોંચી અને જોયું તો બંનેએ આત્મહત્યા કરી લીધી હતી.
સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે ગુના કેટલાક સ્વાસ્થ્ય સમસ્યાના કારણે ક્યારેય બાળકને જન્મ આપી શકે નહીં અને એટલે લોકો મળવાથી બચતી હતી, કેમ કે તેને સંતાનો બાબતે લોકો પૂછતા હતા.ખરેખર ક્યારેય કોઈપણ વ્યક્તિ પોતાનું જીવન આવી રીતે અંત ન લાવવો જોઈએ. સમાજનાં લોકો માટે આ એક સંદેશ છે કે, કોઈને દુઃખ પહોંચે એવા કટુ વચન ન બોલવા જોઈએ. ભગવાન એ બંને દંપતિની આત્મને શાંતિ આપે એજ પ્રાર્થના.