રાજકોટ માં જુગારધામ ને પકડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ફિલ્મી રીતે ત્રાટકી, પ્લાન એવો કર્યો કે..
હાલ આપણા ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમ ખુબજ વધી રહ્યા છે, આપણે જોઈએ છીએ, કે રોજ ક્યાંક ને ક્યાંક નાના મોટા ક્રાઈમ થતા જ હોઈ છે, અને હાલના ગુનેગારો ખુબજ શાતીર અને હોશિયાર હોઈ છે, તેથી તેને પકડવા ઘણી વાર મુશ્કેલ પડતા હોઈ છે, તેથી પોલીસ પોતાના રીતે પ્લાન બનાવી આવા શાતીર ચોર ને પકડી પાડતા હોઈ છે, આવીજ એક ઘટના ની વાત કરીએ તો રાજકોટમાં ધોળા દિવસે ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાંચની ટીમ પોતાના અલગ અંદાજ માં એ જુગારીઓ ને ખબર ન પડે તે રીતે રીક્ષા લઈને ગયા, અને તે જુગારીઓ ની ધરપકડ કરી.
ઘટનાની વાત કરીએ તો રાજકોટ શહેરી વિસ્તારમાં રેલ્વે ટ્રેક નજીક જાહેરમાં જુગાર રમતા જુગારીઓ ને પકડવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક નવીન નુસખો વિચાર્યો હતો, કે આ જુગારીઓ ને પકડવા તેમણે રીક્ષા નો સહારો લીધો અને આ ક્રાઈમ બ્રાંચ ટીમ રીક્ષા પર બેસી એ જુગારીઓ પર ત્રાટકી હતી, અને ફિલ્મી રીતે આ ક્રાઈમ બ્રાંચ ટીમે એક મહિલા સહીત ૩ ને પકડી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર રાજકોટ શહેર ના મવડી પ્લોટ વિસ્તારમાં રેલ્વે ટ્રેક નજીક ખુલ્લેઆમ ઘણા શખ્શો જુગાર રમતા હોઈ તેવી બાતમી ક્રાઈમ બ્રાંચ ને મળી હતી, જે બાતમી ને ધ્યાને લઇ ક્રાઈમ બ્રાંચ ટીમ એ એ જુગારીઓ પર ડાયરેક્ટ રેડ પાડવા કરતા તેને આપણી અલગ પ્લાનિંગ થી પકડીએ તેવો નુસખો વિચાર્યો, અને ક્રાઈમ બ્રાંચ ની ટીમ એક રીક્ષા દ્વારા સિવિલ ડ્રેસ પહેરી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આ રીક્ષા પણ તે ટીમના એક કોન્સ્ટેબલ ચલાવી હતી. એટલી પ્લાનિંગ કરી ત્યાં પહોંચતા કેટલાક જુગારીઓ ને આ વાતની ખબર પડતા તે ત્યાંથી નાસી છુટ્યા હતા, અને અન્ય ૧ મહિલા અને ૩ શખ્સ પોલીસ ના હાથે આવી ગયા હતા.
આ ચારેય ગુનેગારો ને પકડી પોલીસે તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, અને મહત્વની વાત તો એ છે કે, પોલીસ સિવિલ ડ્રેસમાં આ જુગારીઓ ને પકડવા આવી છે, તેવી જાણ અન્ય જુગારીઓ ને પડતા તેઓ ત્યાંથી નાસી છુટ્યા હતા.