Gujarat

નાની એવી બેબી નો વિડીયો વાયરલ ! જે બોલે છે એ સાંભળવા જેવુ છે તેના સંસ્કાર…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં બાળકો ખૂબ જ હોશિયાર અને સ્માર્ટ હોય છે. આપણે અવારનવાર સોશિયલ મીડિયામાં નાના બાળકોનો વીડિયો ખૂબ જ વાયરલ થતો હોય છે.હાલમાં જ થોડા મહિના પહેલા એક સુરત શહેરના બાળકનો વીડિયો વાયરલ થયો હતો. આ વિડીયો આખા ગુજરાતમાં લોકોને મન અને હદયમાં વસી ગયો હતો. આ વીડિયો રમુજી હતો જેમાં પોતે પોતાની કાલાઘેલી ભાષામાં તેમના ટ્યુશન ટીચર સાથે વાતું કરતો હતો.

હાલમાં ત્યારે ફરી એકવાર નાની બાળકી નો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ભલે રમુજી ન હોય પરંતુ નાની એવી દીકરી વાત વાતમાં ઘણું બધું શીખવી જાય છે. આજમાં સમયમાં દરેક યુવાનો માટે આ વીડિયો પ્રેરણાદાયી સમાન છે. આજના સમયમાં બાળકો પોતાના માતા પિતા ને માન સન્માન નથી આપતા અને કંઈ પણ વિચાર્યા વગર માત્ર ને માત્ર પોતાનું ધાર્યું કરતા હોય છે.

જે પોતાના માતા પિતાને તુંકારે બોલાવે છે, એ વ્યાજબી ન કહેવાય કારણ કે માતા પિતા મેં હંમેશા આદરભાવ સાથે જ બોલવા જોઇએ. નાની એવી બાળકી પણ વીડિયોમાં બોલે છે કે,મમ્મીને ક્યારેય પણ તું ન કહેવાય તેમને તો તમે જ કહેવાય. ખરેખર આ દીકરી નાની છે, છતાં પણ ખૂબ જ મોટી વાત કરે છે. આ વીડિયોમાં દીકરી જે વાત કરી રહી છે, તે વાત 100 % સાચી છે. વીડિયો જૉનાર દરેક વ્યક્તિએ આ દીકરીના વખાણ કર્યા છે.

તમારા બાળકો ને આધુનિક સમય ની સાથે સ્માર્ટ બનાવો પણ બાળકો ને સંસ્કાર નું સિંચન કરવું જરૂરી છે. માત્ર સ્માર્ટનેસ કે ભણતર જરૂરી નથી. બાળકો ને તમામ પ્રકારનું જ્ઞાન આપવું જોઈએ જેથી કરીને તેમનું જીવન નું કલ્યાણ થાય અને જીવનમાં ક્યારેય પણ પોતાના માતા પિતા નાં સંસ્કારો ને ન ભૂલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!