Gujarat

અમરેલીના યુવાને અજાણી યુવતી સાથે વિડીઓ કાલ કર્યો પછી એવુ કાંડ થયુ કે યુવકે ગળાફાંસો ખાઈ લીધો અને સ્યુસાઈડ નોટ મા..

હાલ ના સમય મા સાઇબર ક્રાઇમ ની ઘટના ઓ સતત સામે આવી રહી છે ત્યારે હવે જાણે સાઇબર ગઠિયા ઓ એ નવી ટ્રક અપનાવી હોય તેમ યુવતીઓ ની મદદ થી પહેલા સોસીયલ મિડીઆ પર મિત્રતા કેળવવા મા આવે છે અને નોર્મલ વાતચીત બાદ વિડીયો કોલ કરવામા આવે છે અને સામા વાળા વ્યક્તિ નો નગ્ન વિડીઓ ઉતારી લેવામા આવે છે અને ત્યાર બાદ આ વિડીઓની મદદ થી સામે વાળા વક્તિ ને બ્લેકમેઈલ કરવામા આવે છે. ત્યારે આવી જ એક ઘટના અમરેલી મા સામે આવી છે.

ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર આ ઘટના ખજૂરી પીપળિયા ગામના જગદીશ ભીખાભાઇ પરમાર (ઉં.વ.38) સાથે બની હતી જેમા આ યુવાને ગત 23 મી ના રોજ વાડીએ જઈને ગળાફાસો ખાઈ જીવન ટુકાવી દીધુ હતુ. શુરુવાત મા આ ઘટના મા પરિવાર ને આત્મહત્યા કરવાનુ કારણ સમજ મા આવ્યુ નહોતુ પરંતુ બાદમાં પરિવારજનો દ્વારા યુવકની ડાયરીની અને મોબાઇલના સોશિયલ મીડિયાની ચેટની તલાશી લેવામાં આવતાં સુસાઇડ નોટ મળી હતી.

આ સ્યુસાઇડ નોટ મા ચોંકાવનારી વિગત સામે આવી હતી જેમા મૃતકે બે પાના ની નોટ મા લખ્યુ હતુ કે “મને એક છોકરી બ્લેકમેઈલ કરે છે, જેનું નામ અનુ સિંધી છે અને મારો ઓપન વીડિયો અપલોડ કરે છે, જેને કારણે હું મરી જાઉં છું.” આ ઉપરાંત તેના સોસીયલ મિડીઆ એકાઉન્ટ તપાસ તા એક મોબાઇલ નંબર પરથી તેનો નગ્ન વીડિયો વાઇરલ કરવાનો મેસેજ કરાયો હતો અને પૈસે કબ ભેજ રહે હો, પેમેન્ટ કા કયાં હુઆ, વીડિયો ડિલિટ કર દુ યા અપલોડ કર દુ જેવા મેસેજ કરાયેલા હતા.”

આ સમગ્ર બાબત સામે આવતા એ સ્પષ્ટ થયુ હતુ કે યુવક નો નગ્ન વિડીઓ વાયરલ કરવાની ધમકીઓ આપી અનુ સિંધી અને એક અન્ય યુવક દ્વારા માનસિક રીતે હેરાન કરવામા આવ્યો હતો અને સાઇબર ક્રાઇમ નો શિકાર થયો હતો જયાર બાદ બદનામી ના ડર થઈ યુવાને અંતીમ પગલુ ભર્યુ હતુ. આ પ્રથમ વાર નથી જ્યારે આવી ઘટના બની હોય આ અગાવ પણ આવી ઘટના અનેક વખત બની છે.

તાજેતર મા જ સાવરકુંડલા ના વિવિધ આગેવાનો ના આવા વિડીઓ વાયરલ કરાયા હતા અને કહેવામા આવી રહ્યુ છે કે 15 થી વધુ યુવાનો આવી ગેંગના શિકાર બન્યા હતા. આવી ગેંગ વધારે અન્ય રાજ્યો માથી ઓપરેટ કરતી હોવાથી આવા લોકો ને પકડવા પોલીસ ના હાથ પણ ટુકા પડે છે આ ઉપરાંત ભોગ બનનાર યુવાન બદનામી ના ડર થઈ પોલીસ ફરિયાદ કરતા નથી ત્યારે આ બાબત થી બચવા માટે સાવચેતી અને સમજ જરુરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!